હજુ 3 દિવસ વાદળિયો માહોલ રહેશે

Mehsana - હજુ 3 દિવસ વાદળિયો માહોલ રહેશે

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:10 AM IST
છેલ્લા ત્રણેક દિવસથી ઉત્તર ગુજરાતમાં કાળા વાદળોએ હંડીગો નાખ્યો છે. મૌસમ વિભાગના નિષ્ણાંતોના મતે, વરસાદ માટે વાદળો અનુકુળ બન્યા છે પરંતુ વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ ઓછું હોવાના કારણે સાર્વત્રિક વરસાદની જગ્યાએ છુટાછવાયા ઝાપટાંમાં ફેરવાઇ ગયો છે. હજુ 3 દિવસ સુધી વાતાવરણ યથાવત બની રહેશે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી બંધાયેલા વરસાદી માહોલ વચ્ચે મહેસાણામાં 33.80 ટકા, પાટણમાં 30.56 ટકા, બનાસકાંઠામાં 32.92 ટકા, સાબરકાંઠામાં 57.94 ટકા અને અરવલ્લીમાં 67.78 ટકાએ વરસાદ સ્થિર બન્યો છે. મૌસમ વિભાગના નિષ્ણાતોના મત્તે હાલમાં બંધાયેલું વાતાવરણ સારા માટે અનુકુળ છે. પરંતુ વાતાવરણમાં વધુ પડતી ઠંડકના કારણે જોઇએ તેવો ઉકળાટ ઉભો થતો નથી. જેને લઇ સાર્વત્રિક સારા વરસાદની જગ્યાએ માત્ર છુટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે.

X
Mehsana - હજુ 3 દિવસ વાદળિયો માહોલ રહેશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી