• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana ઓએનજીસીને સ્વચ્છ ભારત સહિતના અભિયાનમાં જોડાવવા મંત્રીની હાકલ

ઓએનજીસીને સ્વચ્છ ભારત સહિતના અભિયાનમાં જોડાવવા મંત્રીની હાકલ

Mehsana - ઓએનજીસીને સ્વચ્છ ભારત સહિતના અભિયાનમાં જોડાવવા મંત્રીની હાકલ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:10 AM IST
મહેસાણા ઓએનજીસી એસેટ ઓફિસર ક્લબ ખાતે કેન્દ્રીય ખાણ-ખનિજ મંત્રી હરિભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વર્કશોપ યોજાયો હતો. ઓએનજીસી નગર ઓબીસી એન્ડ એમઓબીસી કર્મચારી કલ્યાણ સંગઠન દ્વારા મંત્રીનું સન્માન કરાયું હતું.

મંત્રીએ મહેસાણા એસેટને ભારતમાં સૌથી વધુ 6000 મેટ્રિક ટન ઉત્પાદન કરતી એસેટ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સ્વચ્છ ભારત અભિયાન, કુપોષણ નાબુદી અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, કન્યા કેળવણી સહિતના વિવિધ અભિયાનોમાં સાથ સહકાર આપવા જણાવ્યું હતું.

કાર્યક્રમમાં ઓએનજીસી એસેટના વી.જે. પંડ્યા સહિત સંગઠનના પદાધિકારીઓ અને એસોસિયેનશ હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

X
Mehsana - ઓએનજીસીને સ્વચ્છ ભારત સહિતના અભિયાનમાં જોડાવવા મંત્રીની હાકલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી