તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • બનાવટી ડિલિવરી ચલણથી રેતી ચોરી મામલે બે વિરુદ્ધ ફરિયાદ

બનાવટી ડિલિવરી ચલણથી રેતી ચોરી મામલે બે વિરુદ્ધ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર મામલતદારે એક મહિના પૂર્વે કરેલા ચેકીંદ દરમિયાન ઝડપેલી રેતીભરેલી ટ્રક સંબધે તપાસ કરતા બનાવટી ડીલીવરી ચલણથી રેતી ચોરી થયાનું ખુલ્યુ હતું.જેના રીપોર્ટના આધારે ખાણ અને ખનીજ વિભાગે વિજાપુર પોલીસમા બે શખ્શો સામે ગુનો નોધાવ્યો હતો.

રોયલ્ટી પાસ વિના રણછોડપુરા મુકામેથી રેતીનું વહન થતુ હોવાની બાતમી મળતા 18 જુલાઇએ રાત્રે ચેકીંગ કરી જીજે.09.એવી.5754 ટ્રકમાં ખનીજ સાદી રેતી ભરી રોયલ્ટી પાસ કે વજન કાંટો કર્યા વિના વહન થતુ હોવાનું ખુલ્યું હતુ અને ટ્રક સાથે મલા સીઝ કરાયો હતો.જેનો વિજાપુર મામલતદારે રિપોર્ટ કર્યો હતો.જેમા સંઘપુરથી રેતી ભરાઇ હોવાનું અને બે શખ્શોએ સદર ટ્રકને અગાઉ આપેલા ડુપ્લીકેટ ચલણો દર્શાવેલ વજન તથા તેમના દ્વારા બંધ કરેલ જુદાજુદા સ્ટોકોના એસએસપી પેપરનો ઉપયોગ કરી ડુપ્લીકેટ રોયલ્ટી બનાવી ખનીજ સાદી રેતીની ચોરી કર્યાનું ખુલ્યું હતું. જે અંતર્ગત ખાણ અને ખનીજ વિભાગે વિજાપુર પોલીસમાં ગુજરાત મિનરલ્સ રૂલ્સ-2017ની કલમ 12(2)(2),21 (5)મુજબ મિલ્કતની ચોરી અન્વયે અાઇપીસી કલમ 378 અને 114 તેમજ પ્રિવેશન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપટીઝ એક્ટ -1984ની કલમ 3 અને 7 ,માઇન્સ એન્ડ મિનરલ અંતર્ગત બે શખ્શો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...