પાસ કન્વીનરને ફરિયાદમાં ખોટી રીતે ફસાવ્યાની રજૂઆત

ન્યાયિક તપાસની કલેકટર સમક્ષ રજૂઆત

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:10 AM
Mehsana - પાસ કન્વીનરને ફરિયાદમાં ખોટી રીતે ફસાવ્યાની રજૂઆત
મહેસાણાના મોઢેરા રોડ અવસર પાર્ટીપ્લોટ સામે ટાયરો સળગાવી નુકશાન તેમજ વોટ્સઅપગૃપમાં ઉશ્કેરણીજનક મેસેજો વારલ કર્યાના મામલે પાસના બે હોદ્દેદાર સહિત 15 માણસોના ટોળા સામે નોધાયેલ ફરીયા ખોટી હોવાનો આક્ષેપ વિસ્તારના કેટલાક રહિશો દ્વારા કરીને આ મામલે યોગ્ય તપાસની માંગણી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને કરવામાં આવી છે.

શહેરની ગ્રીન પાર્ક સોસાયટીના વિભાગ 2માં રહેતા સુરેશભાઇ ઠાકરે તેમજ સતીષભાઇ પટેલ 5 સપ્ટેમ્બર રાત્રે તેમના ઘરે સૂતા હતા. આ દરમ્યાન રાત્રે 11 વાગ્યે પોલીસીની 6 જીપ ગાડી, બે પોલીસના ડબ્બા ગ્રીનપાર્ક સોસાયટીમાં આવેા અને આજુબાજુના બંગલામાં પૂછપરછ કરી બંન્નેને સુતા જગાડયા હતા. અને તેમને પોલીસ લઇ ગઇ હતી. જે સોસાયટીના આડોસપાડોશના લોકો જાણે છે.પોલીસે ખોટી ફરીયાદ કરી સત્તાનો દુર ઉપયોગ કરી તહોમતદારો બનાવ્યા હોઇ પોલીસની ભૂમિકા સામે સવાલો ખડ કરી તટસ્થ અને પ્રામાણિક અધીકારીરાહી તપાસ કરવાની માંગ સાથે ગીરીશકુમાર પટેલ સહિત સોસાયટીના કેટલાક રહિશ, કોર્પોરેટર અમીત પટેલ,વિરમભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ વગેરે દ્વારા જિલ્લા કલેકટર એચ.કે. પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

X
Mehsana - પાસ કન્વીનરને ફરિયાદમાં ખોટી રીતે ફસાવ્યાની રજૂઆત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App