• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ઇન્દ્રપનો પુલ અધૂરો, વરસાદમાં મહેસાણા સાથેનો વ્યવહાર તૂટશે

ઇન્દ્રપનો પુલ અધૂરો, વરસાદમાં મહેસાણા સાથેનો વ્યવહાર તૂટશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસુમાથે આવીને ઊભું છે, તેમ છતાં બહુચરાજી- મહેસાણા સ્ટેટ હાઇવે પર ઇન્દ્રપ ગામ પાસે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલું મિનિપુલનું કામ પૂરું થયું નથી. જો કામ પૂર્ણ થાય તે પહેલાં વરસાદ આવી જાય તો તળાવમાં બનાવેલું કાચું ડાયવર્ઝન ધોવાઇ જતાં રોડ પરનો વાહન વ્યવહાર સદંતર ઠપ થઇ જવાની ભીતિ વ્યકત કરાઇ રહી છે. બીજી બાજુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કાચા કે પાકા ડાયવર્ઝન અંગે કોઇ જાણકારી નથી તેમ કહી કોન્ટ્રાકટરનો બચાવ કરી રહ્યા છે.

જિલ્લા મથક મહેસાણાથી તીર્થધામ બહુચરાજીને જોડતા માર્ગને 10 મીટર પહોળો કરવાનું કામ છેલ્લા આઠ મહિનાથી ચાલી રહ્યું છે. રોડ ઉપર ઇન્દ્રપ ગામ પાસે મિનિ પુલનું કામ બે મહિનાથી ચાલી રહ્યું છે, જે હજુ અધૂરું છે. કોન્ટ્રાકટર દ્વારા અહીં તળાવમાં યુ આકારનું કાચુ ડાયવર્ઝન બનાવાયું છે. જેના કારણે છેલ્લા બે મહિનાથી લોડીંગ વાહનો અને એસટી બેસોને ઢાળ ચડવામાં ભારે મુશ્કેલી પડતી હોઇ વાહનચાલકો હેરાન પરેશાન બની ગયા છે. પુલના કામની ગુણવત્તા સામે પણ આંગળી ચિંધાઇ રહી છે, ત્યારે કામ જોવાની જેની જવાબદારી છે તે તંત્ર આંખ મિચામણાં કરી રહ્યું છે.

માર્ગ અને મકાન (સ્ટેટ) કાર્યપાલક ઇજનેર એમ.એમ.પંડયાને પૂછતાં તેમણે કોન્ટ્રાકટરનો બચાવ કરતાં જણાવ્યું કે, ડાયવર્ઝન કાચું કે પાકું બનાવવાનું હતું તે અંગે કોઇ જાણકારી નથી. પણ સ્લેબનું કામ પૂરું થવા આવ્યું છે. અઠવાડિયામાં ટ્રાફિક ખોલી દેવામાં આવશે.

કામ3 દિવસમાં થઇ જશે

માર્ગઅને મકાન વિભાગના નાયબ ઇજનેર તુષારભાઇએ જણાવ્યું કે, પુલનું કામ ત્રણ દિવસમાં પૂરું થઇ જશે અને વાહન વ્યહાર ચાલુ થઇ જશે. જોકે, ડાયવર્ઝન અંગે ગોળગોળ જવાબ આપતાં જણાવ્યું કે, ડાયવર્ઝનની શરતોની મને ખબર નથી. ટેન્ડરની શરતોમાં હોય તો પાકું બનાવવું પડે, શરતોમાં હોય અને બનાવ્યું હોય તો પગલાં લેવાશે.

ઇન્દ્રપ પાસે પુલ બનાવવાનું કામ બે મહિનાથી ચાલી રહ્યું છે. }હર્ષ મહેતા

ધીમું કામ | ચોમાસુ માથે મંડાયું છે પણ...

અન્ય સમાચારો પણ છે...