તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં સફાઇ મુદ્દે શોભાસણ રોડ પર રહીશોએ ટ્રેકટર અટકાવ્યા

મહેસાણામાં સફાઇ મુદ્દે શોભાસણ રોડ પર રહીશોએ ટ્રેકટર અટકાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શોભાસણરોડ પર સફાઇના મુદ્દે રોષે ભરાયેલા રહીશોએ પાલિકાના કચરો ભરેલા ટ્રેકટર અટકાવી દીધા હતા.જોકે, બે કલાકના ઘર્ષણને અંતે પાલિકાએ દરમિયાનગીરી કરી સફાઇનું આશ્વાસન આપતા મામલો થમ્યો હતો.

આખા મહેસાણાનો કચરો જ્યા ઠલવાય છે તે શોભાસણમાં સફાઇ થતી હોવાના મુદ્દે રહીશોમા ભારે રોષ પ્રસર્યો છે.રોગચાળાની ભિતી વચ્ચે અહી સફાઇ કરાવવા પાલિકાને લેખિત અને મૌખિક રજૂઆત છતા કોઇ પરિણામ મળતા આખરે કંટાળેલા લોકોએ શનિવારે બપોરે 12.30 કલાકે કચરો ભરીને શોભાસણ ડમ્પીગ સ્ટેશને ઠાલવવા જતા ટ્રેકટરોને અટકાવતા ઘર્ષણ થયું હતું.જેમાં કચરો ભરીને જતા ટ્રેકટરો ખુલ્લા હોઇ કચરો ઉડીને બહાર પડતા ગંદકી થતી હોવાનો રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો.જ્યારે બીજીબાજુ કચરો ભરેલા ટ્રેકટરો અટવાતા પાલિકાના કર્મચારીઓ અહી દોડી ગયા હતા અને સફાઇ કરાવવાનું આશ્વાસન આપતા આખરે મામલો થાળે પડ્યો હતો.જોકે, પાલિકાના કર્મચારીઓએ કહ્યું કે, પાલિકાની ગાડી કચરો લેવા જતી હોવા છતા અહીના લોકો ગાડીમા કચરો નાખવાના બદલે બહાર ખુલ્લો નાખી ગંદકી ફેલાવે છે.

અન્ય સમાચારો પણ છે...