તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સતલાસણામાં 13 વર્ષની કિશોરી સાથે બળજબરી લગ્ન કરી દુષ્કર્મ

સતલાસણામાં 13 વર્ષની કિશોરી સાથે બળજબરી લગ્ન કરી દુષ્કર્મ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણાની13 વર્ષની કિશોરીને તેનાથી બમણી ઉંમરના યુવાન સાથે મંદિરમાં ફુલહાર કરાવી દુષ્કર્મ આચરનાર સહિત 5 વ્યક્તિ વિરુદ્ધ સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

સતલાસણાના રમેશભાઇ છનાભાઇ ભુતડીયા અને તેમની પત્ની હંસાબેને 13 વર્ષની કિશોરીને નવાવાસ (રાજપુર)ગામે રહેતા રમેશ રબારી (ભુવાજી)ના ઘરે લઇ જઇને તેણી પર મેલીવિદ્યા કરાવ્યાનો આક્ષેપ કરાયો છે. ત્યાર બાદ કિશોરીને સતલાસણા પરત લાવનાર દંપતીએ તેનાથી બમણી ઉંમરના યુવાન સાથે લગ્ન કરાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને પંદર દિવસ પૂર્વે રમેશ ભુતડીયા અને અન્ય ઠાકોર યુવાન કિશોરીને બળજબરી પૂર્વક કડા સધી માતાના મંદિરે લઇ ગયા હતા અને અહીં હાજર વડગામના ગૌતમ રામચંદભાઇ રાઠોડ સાથે બળજબરી પૂર્વક ફૂલહાર કરાવ્યા બાદ તેની સાથે મોકલી દીધી હતી. કિશોરીને ડાલવાણા ગામે લઇ જઇને દુષ્કર્મ ગુજારનારા ગૌતમ રાઠોડની સાથે તેણીના લગ્ન કરાવનાર રમેશ છનાભાઇ ભુતડીયા, હંસા ભુતડીયા, રમેશ રબારી, ઠાકોર શખસ, ગૌતમ રામચંદભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સાંગણપુરની14 વર્ષની સગીરાનું અપહરણ

સાંગણપુરગામમાં રામાપીરનો હવન હોઇ અમરસિંહ વિરમજી ઠાકોરની 14 વર્ષની પુત્રી ઘરેથી હવનમાં જવા નીકળી હતી. જે મોડી સાંજ સુધી પરત ફરતાં પરિવારે તેની શોધખોળ કરી હતી. બે દિવસની તપાસ દરમિયાન ગામનો આનંદજી માણકાજી ઠાકોર સગીરાને ભગાડી ગયો હોવાનું ખુલતાં લાંઘણજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો છે.

વડગામના યુવક, માતાજીના ભૂવા સહિત 5 સામે ગુનો

અન્ય સમાચારો પણ છે...