• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા શહેરમાં યુવા ભાજપ દ્વારા ત્રિરંગા યાત્રા નીકળી

મહેસાણા શહેરમાં યુવા ભાજપ દ્વારા ત્રિરંગા યાત્રા નીકળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણામાંરવિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરી રેલી ભાજપ કાર્યાલયથી નીકળી હતી. જે રેલવે સ્ટેશન, ફુવારા સર્કલ, રંજનનો ઢાળ, કસબા, ભમ્મરિયા નાળા થઇને સ્વામી વિવેકાનંદની પ્રતિમાએ પહોંચી હતી. જ્યાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, માર્કેટયાર્ડના ચેરમેન ખોડાભાઇ પટેલ, શહેર, યુવા ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારોએ પ્રતિમાએ ફુલહાર કરી રેલી સમાપન કર્યું હતું. ડીજે અને દેશભક્તિ ગીતો સાથે કાર્યકરો, આગેવાનો રેલીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...