મચ્છરોના ઉપદ્રવ વધતાં રોગચાળાનો ભય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણામાંમાનવ આશ્રમ નજીક આવેલી પાવન સોસાયટીમાં ખુલ્લા પડેલા પ્લોટમાં વરસાદી અને ગટરનું પાણી એકઠું થતાં રોગચાળો ફેલાવાની ભીતિ રહીશો અનુભવી રહ્યા છે. અંગે નગરપાલિકામાં જાણ કર્યા પછી પણ હજુ સુધી દવા છંટકાવ કરવામાં નહીં આવતાં રહીશો તોબા પોકારી ઊઠ્યા છે.

પાવન સોસાયટીમાં ખુલ્લા પ્લોટ નિચાણમાં હોઇ વરસાદી પાણી ભરાયેલા છે. વળી નજીકની એક સોસાયટીના ગટરના પાણી પણ અહીં નિચાણમાં ભળવા લાગ્યા છે અને કચરો નંખાતા ગંદકી થઇ છે. વરસાદી પાણીનો નિકાલ થવાથી દૂષિત બનેલા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વકર્યો છે. જેને લઇ રોગચાળોની ચિંતા રહીશોને સતાવી રહી છે. સોસાયટીના કેયુરભાઇ જણાવ્યું કે, ખુલ્લા બે પ્લોટમાં વરસાદનું પાણી ભરાઇ રહે છે. આસપાસની 3 સોસાયટીના પાણી પણ અહીં આવે છે. એક સોસા.ના ગટરનું પાણી આવતાં ગંદકી વધી છે.

પાવન સોસા.માં ખુલ્લા પ્લોટમાં વરસાદી અને ગટરનું પાણી ભરાયું છે.

અન્ય સમાચારો પણ છે...