તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • લીફ્ટ માગી બાઇક, સોનાની ચેન અને મોબાઇલ લૂંટી બે યુવક ફરાર

લીફ્ટ માગી બાઇક, સોનાની ચેન અને મોબાઇલ લૂંટી બે યુવક ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓએનજીસી વર્કશોપના હેલ્પરને લિફ્ટ આપવાના બહાને દેવરાસણ ગામ તરફ લઇ જઇ બે અજાણ્યા યુવાનોએ લૂંટી લીધા હતા. યુવાનનું બાઇક, મોબાઇલ અને સોનાનો દોરો લૂંટીને ભાગેલા બંને ગઠીયાઓ સામે શહેર એ ડીવીજન પોલીસમા ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણા ઓએનજીસીના વર્કશોપના હેલ્પર સંજીવકુમાર ગોવિંદભાઇ મકવાણા ગત 23 જૂને તેમના પુત્રને મહેસાણા એસટી ડેપોથી કડીની બસમાં બેસાડીને ઉભા હતા. તે વખતે અજાણ્યો યુવાન તેમની સાથે વાતોએ વળગ્યો હતો. તે જ સમયે અહીં આવેલા અન્ય એક વ્યક્તિએ તેની બહેનનું મૃત્યુ થયું હોઇ હિંમતનગર જવા ભાડું આપવાનું કહી રડી પડ્યો હતો અને પૈસા ના આપો તો કંઇ નહીં રામપુરા ચોકડી મૂકી જાઓ તેમ કહેતાં સંજીવકુમારને દયા આવતાં તૈયાર થઇ ગયા હતા. જોકે, હિંમતનગર જવાની વાત કરનાર વ્યક્તિની સાથે સૌપ્રથમ તેમની સાથે વાતોએ વળગેલો યુવાન પણ સાથે આવવાનું કહી બાઇક પર બેસી ગયો હતો. રામપુરા ચોકડી પહોંચતા જ બે પૈકી એકે દેવરાસણ ગામે રહેતા સગાના ઘરે મૂકી જવાનું કહેતાં એક કિલોમીટરના અંતરે સંજીવકુમાર બાઇકમાં ચાવી રાખી લઘુશંકાએ ગયા હતા. જ્યાંથી પરત ફર્યા ત્યારે સાથેના બંને યુવાનોને બાઇક પર બેઠેલા જોઇ ચોંકી ગયા હતા. આ બંને શખ્સો પૂર્વ પ્લાન મુજબ સંજીવ કુમારનું બાઇક, મોબાઇલ અને ગળામાંથી રૂ.20 હજારનો સોનાનો દોરો સહિત રૂ.37 હજારની મત્તા લૂંટી નાસી ગયા હતા. જે અંગે સંજીવકુમારે મહેસાણા શહેર એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...