તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મંદિરે જવા નીકળેલાં વૃદ્ધાનું ટ્રેનની અડફેટે મોત

મંદિરે જવા નીકળેલાં વૃદ્ધાનું ટ્રેનની અડફેટે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘરેથી મંદિરે દર્શન કરવા જવા નીકળેલાં 60 વર્ષની વૃધ્ધાનું મહેસાણામાં વિસનગર રોડ પર બ્રિજની નીચે રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે મોત થયું હતું. રેલવે પોલીસે લાશનુ પીએમ કરાવી મૃત્યુ પાછળનુ કારણ શોધવા મૃતકના પરિવારના નિવેદન લેવા તજવીજ હાથધરી છે .

સોમનાથ મહાદેવ રોડ પર આવેલ સુવર્ણવીલા સોસાયટીમા રહેતા 60 વર્ષના જશોદાબેન નટવરલાલ સોલંકી બુધવારે સાંજે 5 વાગ્યે ઘરેથી દર્શનાર્થે જવાનું કહીને નીકળ્યા હતા. દરમિયાન વિસનગર રોડ પર ઓવરબ્રિજની નીચે આવેલ ઊંઝા લાઇન પર ડેમુ ટ્રેનની અડફેટે વૃધ્ધાનું ઘટના સ્થળે મોત થયુ હતું.જાણીને નવાઇ લાગશે કે, ટ્રેનની ટક્કરે વૃધ્ધાનું માથુ શરીરથી અલગ થઇ ગયું હતું અને તેનો જમણો હાથ 15 મીટર દુર જઇને પડ્યો હતો.ઉપરોકત બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને રેલવે પોલીસને જાણ કરી હતી.એએસઆઇ વિનોદચંદ્રએ મહેસાણા સીવીલમા લાશનું પીએમ કરાવી હાલના તબક્કે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...