તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં પવનના સુસવાટા સાથે રાત્રે હળવો વરસાદ પડ્યો

મહેસાણામાં પવનના સુસવાટા સાથે રાત્રે હળવો વરસાદ પડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં પવનના સુસવાટા સાથે 6 મીમી વરસાદનું ઝાપટું પડયું હતું. વરસાદ પડતા શહેરના અરવિંદ બાગ રોડ, ધોબી ઘાટ પાસે સહિત રોડના નીચાણના ભાગમાં પાણી ભરાયા હતા. જોકે, દિવસ દરમિયાન રાત્રે હળવો વરસાદ થતાં શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

દક્ષિણ ગુજરાતમાંથી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ ચોમાસાને આગળ વધારવા માટે રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય બની છે. જેને લઇ આગામી 24 કલાકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ, જ્યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ રહેશે. આ સાથે ત્રણેક દિવસ હળવા વરસાદનો દોર યથાવત રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

ભિલોડાના બુઢેલી અને હાથમતી નદીમાં પૂર
ભિલોડા પંથકમાં બે કલાકમાં ચાર ઇંચ જેેટલો વરસાદ તૂટી પડતાં બુઢેલી અને હાથમતી નદી ભયજનક વટાવીને બે કાંઠે વહેવા લાગી હતી. નદીના પૂરના પાણી ખેતરોમાં ફરી વળતાં કપાસ અને મગફળીના પાકને નુકસાન થયુુ છે.

ચાણસ્મા, અમીરગઢ, હારિજ પંથકમાં ઝપટાં
હારિજ, રાધનપુર અને ચાણસ્મામાં સવારે વરસાદી ઝાપટાં પડતા ઠંડક પ્રસરી જવા પામી હતી. સમીમાં અમી છાટણા થયાં હતાં. અમીરગઢ પંથકમાં બુધવારે ધીમી ધારે ઝાપટું પડતા ગરમીથી રાહત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...