તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓશો આશ્રમના રસોઇયાનો રૂમે ગળે ટૂંપો ખાઇ આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીનો ફોન આવ્યાના બીજા જ દિવસે મહેસાણાના ઓશો આશ્રમમાં રસોઇયા તરીકે કામ કરતા યુવાને રૂમમાં ચાદરની મદદથી ગળે ટૂંપો ખાઇ આપઘાત કરતાં ચકચાર મચી ગઇ છે.

આગ્રાના બાંહાના ઇમલીકાપુરા ગામનો 27 વર્ષનો ધરમવીર અશોકકુમાર નાયી અને તેનો ભાઇ ધરમપાલ બે મહિનાથી મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા ઓશો આશ્રમમાં રસોડામાં કામ કરતો હતો. બુધવારે સવારે નાસ્તો બનાવીને ધરમવીર રૂમમાં ગયો હતો અને ચાદર પંખે બાંધી ગળે ટૂંપો ખાઇ આપઘાત કર્યો હતો. એક કલાક બાદ રૂમ પર ગયેલા ધરમપાલે દરવાજો ના ખુલતાં બારીમાંથી નજર કરતાં ભાઇની લાશ જોઇ આશ્રમના સંચાલક સહિતને જાણ કરી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ રમેશભાઇ લાશનું પંચનામુ કરી સિવિલમાં પીએમ કરાવ્યું હતું. તેમને કહ્યું કે, ધરમવીરની પત્નીનો મંગળવારે ફોન આવ્યો હતો અને ત્યાર બાદ તેણે આપઘાત કર્યો છે. ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...