તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • આસજોલ પાસે નર્મદા કેનાલમાંથી દીતાસણના યુવાનની લાશ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસજોલ પાસે નર્મદા કેનાલમાંથી દીતાસણના યુવાનની લાશ મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહુચરાજીતાલુકાના આસજોલ પાસે નર્મદા કેનાલમાંથી રવિવારે સાંજે મહેસાણા તાલુકાના દીતાસણના યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. જોકે, યુવાન અકસ્માતે પડી ગયો કે આપઘાત કર્યો તેને લઇ તર્ક-વિતર્ક સર્જાયા છે.

આસજોલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પુલથી રૂપપુરા તરફ 100 મીટર દૂર કેનાલની દીવાલે વેલમાં ફસાઇ ગયેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ રવિવારે સાંજના ગામના અગ્રણી કનુભાઇ પટેલે બહુચરાજી પોલીસ મથકે કરી હતી. જેને પગલે એએસઆઇ છગનભાઇ સહિત સ્ટાફે ઘટના સ્થળે પહોંચી લાશ કેનાલમાંથી બહાર કાઢી હતી. મૃતક યુવાને પહેરેલા બરમુડાના ખિસ્સામાંથી મળી આવેલા ફોટો ઓળખકાર્ડના આધારે તે મહેસાણાના દીતાસણ ગામનો ઠાકોર ગોવિંદજી માનસંગજી (25) હોવાની ઓળખ થઇ હતી. પોસ્ટ મોર્ટમ બાદ લાશ વાલીવારસોને સોંપવામાં આવી હતી. બહુચરાજી પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી છે. લાશ આગળથી તરતી આવી હોવાનું પોલીસ માની રહી છે. બીજીબાજુ, યુવાને જાતે કેનાલમાં પડી આપઘાત કર્યો કે પછી અકસ્માતે પડી જવાથી મોત થયું તે બાબતે રહસ્ય સર્જાયું છે. બહુચરાજી પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો