તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવગણ સાથે શિવજી જાન લઈ લગ્નમંડપ પહોંચ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રાધનપુર રોડ પર આવેલા તિરૂપતિ શાહીબાગની સામેના સોમનાથ ધામ ખાતે અબોલા પશુ પક્ષીઓના લાભાર્થે યોજાઈ રહેલી શિવકથાના છઠ્ઠા દિવસે શિવ વિવાહનો પ્રસંગ યોજાયો હતો. જેમાં કથાકારે પ્રથમ શિવ વિવાહનું મહત્વ સમજાવ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત શિવ ભકતોએ શિવ-પાર્વતી તેમજ આ વિવાહમાં ઉપસ્થિત સૌ દેવી દેવતાઓ અને શીવગણ બની ધામ ધુમ પૂર્વક ઉજવણી કરી હતી. શિવકથાના કથાકાર ભવાનીશંકર પુરુષોત્તમદાસ શાસ્ત્રીએ પ્રથમ દિવસે કથાનું માહત્મ્ય, બીજા દિવસે શિવ પ્રાગટ્ય, ત્રીજા દિવસે શિવ પ્રાગટય, ત્રીજા દિવસે શિવ માહત્મ્ય અને પૂજા, ચોથા દિવસે સતી પ્રાગટય, પાંચમા દિવસે પાર્વતી અને હિમાલય વર્ણન તેમજ છઠ્ઠા દિવસે શિવ વિવાહની કથાનું રસપાન કરાવ્યું હતું. આ દરમિયાન ચોથા દિવસની કથામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ કથાનો લાભ લીધો હતો.

શિવ વિવાહના પ્રસંગે તારકાસુર નામના રાક્ષકના અંત અને તેનાથી થનારા જગ કલ્યાણ માટે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની કથાનું વર્ણન કરાયું હતું. ત્યાર બાદ ઉપસ્થિત શિવ ભક્તોમાંથી પ્રતીક દવે ભગવાન શિવ તેમજ અલકા દવે પાર્વતી બન્યા હતા. આ સાથે ભકતોએ ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી અને શિવગણના વિવિધ પાત્રો બની શિવ પાર્વતીના વિવાહનો પ્રસંગ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં શિવગણો સાથે ભગવાન શિવની જાન લઇને ભક્તો લગ્ન મંડપ પહોંચ્યા હતા.

શિવ વિવાહ બાદ કથાના સાતમા દિવસે તારકાસુરના વધની કથાનું રસપાન કરાવતા તારકાસુર રૂપી દુર્ગુણોનો અંત કરી ધર્મના રક્ષણની કથા કહી કથાનો મર્મ સમજાવ્યો હતો.

મહેસાણાના રાધનપુર રોડ પર સોમનાથ ધામમાં શિવ વિવાહનો પ્રસંગ યોજાયો

અન્ય સમાચારો પણ છે...