તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 4 તાલુકાની 53 શાળામાં કાયમીની ઘટમાં 110 પ્રવાસી શિક્ષકો મૂકાયા

4 તાલુકાની 53 શાળામાં કાયમીની ઘટમાં 110 પ્રવાસી શિક્ષકો મૂકાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકની ઘટ ધરાવતા વિષયોમાં પ્રવાસી શિક્ષક મૂકીને શિક્ષણકાર્ય આગળ ધપાવવામાં આવી રહ્યુ છે.જેમાં મહેસાણા જિલ્લામાં મહેસાણા,જોટાણા,બહુચરાજી અને કડી તાલુકાની 126 શાળાઓ માટે પ્રવાસી શિક્ષકની મંજૂરીનો કેમ્પ જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા યોજાયો હતો.જેમાં 53 શાળાએ 110 પ્રવાસી શિક્ષકન અરજ કરતા મંજૂરી આપવામાં આવી હતી. શુક્રવારે જિલ્લાના બાકી છ તાલુકાની 134 શાળાઓમાં પ્રવાસી શિક્ષકનો કેમ્પ યોજાશે. જિલ્લાકક્ષાએ કર્વે હાઇસ્કુલ સંકુલમાં શિક્ષણાધિકારી જી.ડી.પટેલની ઉપસ્થિતિમાં પ્રવાસી શિક્ષકોની જરૂરીયાત ધરાવતી ચાર તાલુકાની શાળાઓના પ્રતિનીધીઓ દ્વારા ગુરુવારે દરખાસ્તો મેળવીને મંજૂર કરાઇ હતી.

જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં 32 શાળામાં 74 અને માધ્યમિકની 21 શાળામાં 36 પ્રવાસી શિક્ષકની મંજૂરી અપાઇ હતી.શુક્રવારે વિસનગર, ઉઝા, સતલાસણા,ખેરાલુ,વડનગર અને વિજાપુર તાલુકાની 136 શાળાઓ માટે કેમ્પ યોજાશે.

ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન,એકાઉન્ટમાં ઘસારો
જેતે વિષયમાં પ્રવાસી શિક્ષકની જરૂરીયાતમાં સૌથી વધુ ગણિત, અંગ્રેજી,વિજ્ઞાન તેમજ સામાન્યપ્રવાહમાં એકાઉન્ટ વિષયમાં શિક્ષકની વર્કલોડ પ્રમાણે વધુ જરૂરીયાત હોઇ આ વિષયોમાં પ્રવાસી શિક્ષકોનો ઘસારો વધુ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...