તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ધરોઇ ડેમમાં પ્રતિ સેકન્ડે 2 લાખ લિટરથી પાણીની આવક

ધરોઇ ડેમમાં પ્રતિ સેકન્ડે 2 લાખ લિટરથી પાણીની આવક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં સતત થઇ રહેલા વરસાદના કારણે બુધવારે રાતથી ધરોઇ ડેમમાં પ્રતિ સેકન્ડે 2 લાખ લિટર પાણી સાથે આવક શરૂ થઇ હતી. જેને લઇ ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો જોવા મળ્યો હતો. જો કે, બપોરે 12 વાગ્યા સુધીમાં પાણીની આવક ઘટીને પ્રતિ સેકન્ડે 27716 લિટરની થઇ હતી.

ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે બુધવારે રાત્રે 8 કલાકથી ધરોઇ ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. જે અંતર્ગત 209430 લિટર પાણી પ્રતિ સેકન્ડે ધરોઇ ડેમમાં ઉમેરાયું હતું. ગુરૂવારે બપોરે 12 વાગ્યા સુધીમાં પાણીની આવક ઘટીને પ્રતિ સેકન્ડે 27716 લિટરની થઇ હતી. જેને લઇ બુધવારે ડેમમાં 590.02 ફૂટે 5544 એમસીએફટી પાણીનો જથ્થો હતો તે 1 ફૂટ વધીને 591.35 ફૂટે 6031 ક્યુસેક પાણીનો જથ્થો ઉમેરાયો હતો. જેથી ડેમમાં પાણીનો કુલ જથ્થો 19.30 ટકાથી વધીને 21 ટકાએ પહોંચ્યો હતો.

5 વર્ષમાં ડેમમાં થયેલી પાણીની આવકની શરૂઆત
2013 14 જૂન

2014 17 જુલાઇ

2015 22 જૂન

2016 5 જુલાઇ

2017 27 જૂન

2018 27 જૂન

અન્ય સમાચારો પણ છે...