• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - સર્વ શિક્ષા અભિયાનમાં સર્વર ધીમું ચાલતું હોઇ વિદ્યાર્થીને યુનિક ID અપડેટ કરવામાં સમસ્યા

સર્વ શિક્ષા અભિયાનમાં સર્વર ધીમું ચાલતું હોઇ વિદ્યાર્થીને યુનિક ID અપડેટ કરવામાં સમસ્યા

મુશ્કેલી | આઇડી અપડેટ કરવાની મુદત 30મી ઓગસ્ટથી લંબાવીને હવે 23મી સપ્ટેમ્બર સુધી કરાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:06 AM
Mehsana - સર્વ શિક્ષા અભિયાનમાં સર્વર ધીમું ચાલતું હોઇ વિદ્યાર્થીને યુનિક ID અપડેટ કરવામાં સમસ્યા
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીનું નામ કોઇ બે સ્કૂલમાં હોય તો ટ્રેસ કરી શકાય એટલે ડુપ્લીકેશન ન થાય તેવા હેતુથી વિદ્યાર્થીઓના યુનિક આઇડી ધોરણ બદલાતાં, સ્કૂલ બદલાતાં જરૂરી વિગતો સામે અપડેટ કરાઇ રહ્યા છે. વિદ્યાર્થીના યુનિક આઇડી આધારે ઓનલાઇન વિગતો સ્કૂલોએ કોડ મુજબ ભરવાની હોય છે. જેમાં છેલ્લા એક મહિનાથી ચાલતી આ કામગીરી ઓનલાઇન સર્વર મંદ રહેતા યુનિક આઇડી ખોલવામાં જ શિક્ષકો ફાંફે ચઢ્યા છે. મહેસાણા શહેરમાં ઘણી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના પ્રયાસો છતાં ઓનલાઇન સર્વર ધીમું રહેતાં અપડેટમાં અટવાઇ રહ્યાની રાવ ઉઠી છે, ત્યારે સત્વરે ઓનલાઇન સોફ્ટવેર, સર્વર અપડેટ કરીને પ્રક્રિયા સરળ બનાવવા માંગ કરાઇ છે.

મહેસાણામાં માધ્યમિક શાળાના સૂત્રોએ કહ્યું કે, વિદ્યાર્થીને ફાળવેલ યુનિક આઇડીમાં બીઆર નંબર, વાલીના એકાઉન્ટ નંબર, કયા ધોરણમાં છે, આધારકાર્ડ નંબર, મેળવેલા માર્કસ વગેરે વિગતો ભરવાની હોય છે. જેમાં યુડીઆઇએસઇ વેબસાઇટ કલાકો સુધીના પ્રયાસો છતાં ન ખુલતાં વિદ્યાર્થીઓની વિગતો અપડેટ કરવામાં મુશ્કેલી સર્જાઇ રહી છે. કેટલીક સ્કૂલોએ અલગથી ઓપરેટરને કામે લગાવ્યા છે તો કેટલાક શિક્ષક મોબાઇલથી ઓનલાઇન વિગતો ભરવા મથામણમાં લાગ્યા છે. જેમાં એક મહિનામાં કેટલાક શિક્ષક માંડ 10થી 12 યુનિક આઇડીની વિગતો સુધી પહોંચ્યા છે. ઓનલાઇન સર્વર મંદ પડતાં 30 ઓગસ્ટ સુધીની અવધી લંબાવીને 23 સપ્ટેમ્બર સુધીની કરાઇ છે, પરંતુ હજુ ઓનલાઇન વેબસાઇટ, યુનિક આઇડી મંથરગતિએ જ ખુલવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે સત્વરે ટેકનિકલ સમસ્યાનું નિવારણ લાવવા માંગ ઉઠી છે.

એક સાથે કામગીરી થતી હોવાથી સમસ્યા

આ અંગે જિલ્લા શિક્ષાણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યમાં એક સાથે બધા ઓનલાઇન કામગીરી કરતા હોઇ લોડમાં સર્વર ધીમું પડી શકે.

X
Mehsana - સર્વ શિક્ષા અભિયાનમાં સર્વર ધીમું ચાલતું હોઇ વિદ્યાર્થીને યુનિક ID અપડેટ કરવામાં સમસ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App