તોરણવાળી ચોકથી ફુવારા રોડ પર 90 દબાણ હટાવાયાં

મહેસાણામાં 4 દિવસ બાદ ફરી ઝુંબેશ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:06 AM
Mehsana - તોરણવાળી ચોકથી ફુવારા રોડ પર 90 દબાણ હટાવાયાં
શહેરમાં રોડ સાઇડ ટ્રાફીકમાં અડચણરૂપ દબાણ દૂર કરવાની તોરણવાળી ચોકથી થંભી ગયેલ ઝુંબેશ ચાર દિવસ પછી નગરપાલિકા ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ત્યાથી આગળ વધારીનેે રેલવે સ્ટેશન, રાજમહેલ રોડ ફુવારા સર્કલ સુધી ચલાવી હતી.જેમાં રોડસાઇડ 40 જેટલી દુકાનો આગળના ઓટલા, પગથીયાના દબાણો જેસીબીથી તોડી પડાયા હતા. જ્યારે રૂટમાં 50 જેટલા દુકાનદારોએ ટીમની કવાયત પહેલા જ ઓટલા, પગથીયા તોડીને જગ્યા ખુલ્લી કરી હતી.

મહેસાણામાં તોરણવાળી ચોકમાં સાંજે 4.30 વાગ્યાથી પાલિકા ટીમે સેવા કેન્દ્ર પછી આગળ વધી દુકાનો આગળ જેસીબી ફેરવી ઓટલા, પગથીયા તોડી પડાયા હતા.સામેની લાઇનને આવરી લઇને રેલવે સ્ટેશન સુધી રોડસાઇડ દુકાનો આગળ તોડફોડ કરીને ટીમ રાજમહેલ રોડ ફુવારા સર્કલ સુધી કાર્યવાહી કરી હતી.જેમાં દેના બેંક આગળના પગથીયાનો પણ દબાણમાં સફાયો થયો હતો.

આ રૂટમાં દબાણ દૂર કરવા ટીમ પહોચે તે પહેલા 50 દુકાનો આગળ ઓટલા, પગથીયા વેપારીઓએ સ્વંય તોડી દૂર કર્યા હતા.જેમાં અધકચરા રહેલા દબાણો પર જેસીબી ફેરવીને ટીમ આગળ વધી હતી.ચીફઓફીસર જીગરભાઇ પટેલે કહ્યુ કે, શહેરમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે.

X
Mehsana - તોરણવાળી ચોકથી ફુવારા રોડ પર 90 દબાણ હટાવાયાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App