દુકાનો બંધ કરાવતાં 56 કોંગી કાર્યકરોની અટક

Mehsana - દુકાનો બંધ કરાવતાં 56 કોંગી કાર્યકરોની અટક

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:06 AM IST
મહેસાણા | પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવો અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા સોમવારે ભારત બંધનું એલાન અપાયું હતું. જેમાં બહુચરાજી, કડીને છોડીને બાકીના વિસનગર, વિજાપુર, ઊંઝા, વડનગર, ખેરાલુ, સતલાસણા અને જોટાણામાં અડધાં બજાર બંધ અને અડધાં ખુલ્લાં જોવા મળ્યા હતા. નંદાસણનું બજાર સજ્જડ બંધ રહ્યું હતું. બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના 56 આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

પાટીદારોનું બંધ, રવિવારની રજા અને સોમવારે કોંગ્રેસના બંધના એલાનથી બજારોમાં મિશ્ર પ્રતિસાદ

વિસનગર : બંધની નહીંવત્ અસર રહી,16 જણની અટકાયત

વિસનગર | બંધની અસર વિસનગરમાં નહીંવત જોવા મળી હતી. સવારે કાર્યકરો બજારો બંધ કરાવવા નીકળ્યા હતા. જેમાં પોલીસે રેલવે સર્કલથી પાલિકા પ્રમુખ ગોવિંદભાઇ ગાંધી, તા.પં. પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, શહેર પ્રમુખ મનુજી ઠાકોર સહિત 16 કાર્યકરોને ડિટેઇન કર્યા હતા. હાઇવે વિસ્તારની દુકાનો ચાલુ રહી હતી. ગૌરવપથ ઉપર સવારે બંધ રહેલા બજારો સાંજે ખુલી ગયા હતા.

કડી : સોમવારે કાર્યકરોએ બંધને સફળ બનાવ્યું, 15ની અટકાયત

કડી | કડીનું બજાર દર સોમવારે બંધ હોય છે. તેમાં કોંગ્રેસના બંધના એલાનમાં દુકાનો ખુલી જતાં સવારે સાડા દશ કલાકે કોંગ્રેસ કાર્યાલયથી 25 જેટલા કાર્યકરો બજાર બંધ કરાવવા નીકળ્યા હતા.પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાંધીચોકથી રેલવે સ્ટેશન સુધી દુકાનો બંધ કરાવ્યા બાદ પોલીસે 15 કાર્યકરોની અટકાયત કરતાં ટોળું વિખેરાઈ ગયું હતું. પોલીસે બે કલાક બાદ તમામને મુક્ત કર્યા હતા.

ખેરાલુ અને સતલાસણામાં બંધની નહીંવત અસર

ખેરાલુ | પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધની અસર ખેરાલુ અને સતલાસણામાં નહીંવત જોવા મળી હતી. જેમાં વહેલી સવારથી બજારો ખુલી ગયા હતા. ખેરાલુમાં બંધ કરાવવા નીકળેલા બે કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે શહેરમાં દિવસભર શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

વિજાપુર : બંધને મિશ્ર પ્રતિસાદ કુકરવાડામાં બજારો ચાલુ રહ્યા

વિજાપુર | વિજાપુરમાં ટીબી ચક્કર, ખત્રીકૂવા, સ્ટેશન રોડ, માર્કેટયાર્ડ સહિતના બજારો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય પટેલની આગેવાનીમાં બજારો બંધ કરાવતાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ટીબી અને ખત્રીકૂવાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. જ્યારે નગરપાલિકા પાસેના બજારો બંધ કરાવવા જતાં પોલીસે 11 કાર્યકરોની અટકાયત કરી હતી. કુકરવાડા ખુલ્લુ રહ્યું હતું. પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

બહુચરાજી : બજારો બંધ કરાવી કાર્યકરોએ હાઇવે ચક્કાજામ કર્યો

બહુચરાજી| પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધમાં બહુચરાજીના બજારો બંધ રહ્યા હતા. બજારો ખુલતાં ધારાસભ્ય ભરતજી ઠાકોર, તાલુકા પ્રમુખ વાઘુભા જાડેજા, રાજેન્દ્રસિંહ દરબાર, જસુભાઈ પ્રજાપતિ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા બજાર બંધ કરાવી બસ સ્ટેન્ડ તેમજ હાઇવે પર ચક્કાજામ કરાયો હતો. જેને પગલે ત્રણેક કલાક એસટી વ્યવહાર બંધ રખાયો હતો.

નંદાસણ સજ્જડ બંધ, જોટાણામાં અડધા બજાર ખુલ્લા

ઊંઝા : બંધના એલાનમાં અડધું બજાર બંધ, અડધા ખુલ્લા રહ્યા

ઊંઝા | ઊંઝા શહેરમાં ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, કોંગ્રેસના તાલુકા પ્રમુખ ઇશ્વરજી ઠાકોર, શહેર પ્રમુખ સંજય પટેલ, પ્રદેશ મંત્રી રમણજી ઠાકોર, જિલ્લા મંત્રી કેતન પટેલ, યુથ પ્રમુખ પવન ટાટા સહિત આગેવાનો બજારો બંધ કરાવવા નીકળ્યા હતા. ભાજપ વિચારધારા વાળા વિસ્તારોનાં બજારો ચાલુ રહ્યાં હતાં. જ્યારે અન્ય બંધ હતાં. ગંજબજારમાં સ્વૈચ્છિક બંધ રખાયો હતો.

વડનગર : આગેવાનો નીકળતાં વેપારીઓએ દુકાન બંધ કરી

વડનગર | કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના પગલે વડનગરમાં શહેર પ્રમુખ ગીરીશ પટેલ, તાલુકા પ્રમુખ બાબુજી ઠાકોર, અરવિંદ ઠાકોર, ભૂરાભાઈ પઠાણ, તાલુકા સદસ્ય બાબુજી ઠાકોર સહિતે બજારો બંધ કરાવ્યા હતા. મુખ્ય બજાર, બસ સ્ટેશન વિસ્તાર સહિત વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. જોકે સાંજે કેટલીક દુકાનો ખુલી હતી. બસો બંધ કરી દેવાતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

મહેસાણા | કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનના પગલે તાલુકાના નંદાસણ ગામનું બજાર સોમવારે સજ્જડ બંધ રહ્યું હતું. જેને લઇ રોજીદી ચીજવસ્તુઓ માટે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જોટાણામાં પણ સોમવારે અડધુ બજાર બંધ રહ્યુ હતું. જ્યાં વેપારીઓનો મિશ્રપ્રતિસાદ મળ્યો હતો.

X
Mehsana - દુકાનો બંધ કરાવતાં 56 કોંગી કાર્યકરોની અટક
Mehsana - દુકાનો બંધ કરાવતાં 56 કોંગી કાર્યકરોની અટક
Mehsana - દુકાનો બંધ કરાવતાં 56 કોંગી કાર્યકરોની અટક
Mehsana - દુકાનો બંધ કરાવતાં 56 કોંગી કાર્યકરોની અટક
Mehsana - દુકાનો બંધ કરાવતાં 56 કોંગી કાર્યકરોની અટક
Mehsana - દુકાનો બંધ કરાવતાં 56 કોંગી કાર્યકરોની અટક
Mehsana - દુકાનો બંધ કરાવતાં 56 કોંગી કાર્યકરોની અટક
Mehsana - દુકાનો બંધ કરાવતાં 56 કોંગી કાર્યકરોની અટક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી