તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 24 કલાકમાં વડનગરમાં પોણો ઇંચ, ઊંઝામાં અડધો ઇંચ વરસાદ

24 કલાકમાં વડનગરમાં પોણો ઇંચ, ઊંઝામાં અડધો ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં શુક્રવારે સાંજે 6 થી શનિવાર સાંજ સુધી વડનગરમાં પોણો ઈંચ અને ઊંઝામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મહેસાણા, વિસનગર, બહુચરાજી, સતલાસણા અને જોટાણા પંથકમાં 3 મીમીથી 9 મીમી સુધીનો હળવો વરસાદ રહ્યો હતો.

જોકે, વિજાપુર, કડી અને ખેરાલુ પંથકમાં વરસાદે વિરામ લેતા બપોર બાદ સામાન્ય ઉઘાડ નીકળ્યો હતો. બીજી બાજુ જિલ્લા ડિઝાસ્ટર કચેરી દ્વારા તકેદારીના ભાગ રૂપે સંબધિત અધિકારી અને કર્મચારીઓને આગામી 24 કલાક સુધી ફરજના સ્થળે હાજર રહેવા સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...