Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - જિલ્લાના 425 તલાટીઓએ પગાર, પેન્શન સહિતના પ્રશ્ને કાળીપટ્ટી પહેરી ફરજ બજાવી

જિલ્લાના 425 તલાટીઓએ પગાર, પેન્શન સહિતના પ્રશ્ને કાળીપટ્ટી પહેરી ફરજ બજાવી

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:06 AM

ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યા, હવે 17મીએ પેનડાઉન કાર્યક્રમ તલાટી કમ મંત્રી 29મીએ સીએલ અને 2જી...

  • Mehsana - જિલ્લાના 425 તલાટીઓએ પગાર, પેન્શન સહિતના પ્રશ્ને કાળીપટ્ટી પહેરી ફરજ બજાવી
    જિલ્લાના 10 તાલુકાઓમાં ફરજ બજાવતા 425 જેટલા તલાટી કમ મંત્રીઓએ ઉચ્ચત્તર પગાર ધોરણ, પેન્શન, બઢતી સહિતની 5 માંગણીઓનું નિરાકરણ નહીં આવતાં સોમવારે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિક ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપી તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માગણી કરી હતી.

    મહેસાણા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ સહિત હોદ્દેદારોએ જણાવ્યુ હતું કે, રાજ્યમંડળ દ્વારા અગાઉ પાંચ માગણીઓ બાબતે રજૂઆત કરાયેલી છે, પરંતુ નિરાકરણ આવ્યું નથી. ઉચ્ચત્તર ગ્રેડ આપો, વિસ્તરણ અધિકારી તરીકે નિમણૂંકો કરી પણ તાલુકા પંચાયતોમાં વિવિધ શાખાઓમાં પ્રમોશન મળ્યા નથી, જે સિનિયોરિટી મુજબ પ્રમોશન આપો, પંચાયત અને રેવન્યુ તલાટીનો જોબચાર્જ અલગ કરો, જૂની પેન્શન યોજના લાગુ કરવી તેમજ વર્ષ 2004ની ભરતીથી તલાટી હોય તેમને સળંગ સમય ગણતરીમાં લેવાની માંગણી પડતર રહી છે. જેને લઇને સોમવારે 10 તાલુકા કક્ષાએ આવેદનપત્ર અાપીને તલાટીઓએ કાળીપટ્ટી ધારણ કરીને કામકાજ કર્યુ હતું. હવે આગામી 17મીએ પેનડાઉન કાર્યક્રમ સાથે ફરજ પર રહેશે, 29મીએ સીએલ મૂકી દેખાવો અને 2 ઓક્ટોબરે ધરણાંનો કાર્યક્રમ નક્કી કરાયો છે.

    વિસનગરમાં તલાટીકમ મત્રીઓએ તાલુકા પંચાયતમાં અને મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જિલ્લા તલાટી મંડળના પ્રમુખ પંકજભાઇ મોદી અને વિસનગર તાલુકા મંડળના સાગર પટેલ સહિત તલાટીઓ જોડાયા હતા.

    મહેસાણાના તલાટીઓએ મામલતદારને આવેદન આપ્યું હતું.તસવીર-ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending