• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana દેના બેંકના કર્મીના બદલીમાં ભેદભાવ મુદ્દે ધરણાં, સૂત્રોચ્ચાર

દેના બેંકના કર્મીના બદલીમાં ભેદભાવ મુદ્દે ધરણાં, સૂત્રોચ્ચાર

Mehsana - દેના બેંકના કર્મીના બદલીમાં ભેદભાવ મુદ્દે ધરણાં, સૂત્રોચ્ચાર

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:06 AM IST
દેના બેંકમાં મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓની બદલીના હુકમોમાં સિનિયોરિટી સહિતની નીતિઓનો ભંગ કરાયો હોવાની રાવ સાથે ઉત્તર ગુજરાત દેના બેંક એમ્પ્લોઇઝ યુનિયનના નેજા હેઠળ મહેસાણામાં બેંકની ઝોનલ કચેરી આગળ સોમવારે સવારથી સાંજ સુધી કર્મચારીઓએ ધરણાં પર બેસી દેખાયો કર્યા હતા.

નોર્થ ગુજરાત દેના બેંક એમ્પલોઈઝ યુનિયનના મહામંત્રી અનિલ સોલંકી સહિત હોદ્દેદારોએ જણાવ્યું કે, સંગઠન મહિલા કર્મચારીઓની બદલીનો વિરોધ નથી કરતું, પરંતુ જે મહિલા કર્મચારીએ લગ્નના કારણ સિવાય બદલી માંગી છે તેમને અન્ય કર્મચારીઓની જેમ નીતિ મુજબ બદલી કરવી જોઇએ મહિલા જેટલી જ નોકરીવાળા વધુ મુશ્કેલીવાળા પુરુષ કર્મચારીઓની બદલી નહીં કરાતાં પુરુષ કર્મચારીઓમાં રોષ ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. મેનેજમેન્ટે જે બદલીના હુકમો છોડ્યા છે તેમાં કર્મચારીઓને ભારોભાર અન્યાયની રાવ ઉઠી છે.ત્યારે સંગઠન દ્વારા બદલીની નિતીના ભંગનો વિરોધ, કર્મચારીઓની બદલી સીનીયોરીટી મુજબ થવી જોઇએ, કર્મીને એક સ્થળે ઓછામાં ઓછો ફરજનો સમયગાળો પુરો કર્યા બાદ બદલી કરવી, હાલમાં જે ખોટી બદલી કરી છે તેમાં થયેલી ભૂલો સુધારવાની માંગને લઇને ઝોનલ કચેરી પાસે કર્મચારીઓએ ધરણા કર્યા હતા.

રાધનપુર રોડ ઉપર કર્મીઓ હડતાળ પર બેઠા.

X
Mehsana - દેના બેંકના કર્મીના બદલીમાં ભેદભાવ મુદ્દે ધરણાં, સૂત્રોચ્ચાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી