• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana ગણપત યુનિ.ના ગણપતભાઇ પટેલને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

ગણપત યુનિ.ના ગણપતભાઇ પટેલને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

Mehsana - ગણપત યુનિ.ના ગણપતભાઇ પટેલને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:06 AM IST
ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને પેટ્રન-ઇન-ચિફ ગણપતભાઇ પટેલને અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ ઓફ ઓરિજિન્સ દ્વારા લાઇફ ઓફ એચિવમેન્ટ એવોર્ડથી નવાજ્યા હતા.

અમેરિકામાં વસતા મૂળ ભારતીય એન્જિનિયર્સના આ સંગઠન દ્વારા અપાતો આ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આ અગાઉ વિશ્વના સુ વિખ્યાત ટેકનોક્રેટ ડો.સામ પિત્રોડા સહિત અનેક ચૂનંદા મહાનુભાવોને એનાયત થયો છે. જેમણે એન્જિનિયર્સ, સાયન્ટિસ્ટસ અને ઉદ્યોગ સાહસિકોની આગામી પેઢીને એમકના જ્ઞાન-સંવર્ધન દ્વારા કારકિર્દી નિર્માણના ક્ષેત્રે પ્રદાન કર્યું હતું.

ગણપતભાઇ પટેલને આ એવોર્ડ કેલિફોર્નિયા યુનિવર્સિટી, જ્ઞાન ડિયોગો, અમેરિકા ચાન્સેલર, ડો. પ્રદિપકુમાર ખોસલા અને ઉદ્યોગપતિ -બિઝનેસમેન રામ વૈરાવનના હસ્તે એનાયત કરાયો હતો. આ એવોર્ડ સ્વીકારવામાં ગણપતભાઇના ધર્મપત્ની મંજુલાબેન પટેલ પણ સાથે જોડાયા હતા. જેમાં સફળ અને જાણીતા એન્જિનિયર્સ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જેઓ અમેરિકન સોસાયટીના સક્રિય સભ્યો છે. ડો.ખોસલાએ આ એવોર્ડ પોતાના હસ્તે ગણપતભાઇને એનાયત થઇ રહ્યો છે.

X
Mehsana - ગણપત યુનિ.ના ગણપતભાઇ પટેલને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી