• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - મહેસાણામાં હિન્દી ભાષી બ્રાહ્મણ સમાજનો વાર્ષિક સમારોહ યોજાયો

મહેસાણામાં હિન્દી ભાષી બ્રાહ્મણ સમાજનો વાર્ષિક સમારોહ યોજાયો

બ્રહ્મસમાજ એકતા જાળવે : પ્રદીપ પાંડેય

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:06 AM
Mehsana - મહેસાણામાં હિન્દી ભાષી બ્રાહ્મણ સમાજનો વાર્ષિક સમારોહ યોજાયો
મહેસાણાના હિન્દી ભાષી બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષની જેમ તા.9 સપ્ટેમ્બરના રોજ મહેસાણાના જેલ રોડ સ્થિત રોટરી ક્લબમાં વાર્ષિક સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઘણાં બ્રાહ્મણ પરિવારોએ તેમના બાળકો સાથે હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને કે જેઓ વર્ષ 2018માં સારા માર્કસથી ઉત્તિર્ણ થયા હતા. તેઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઇનામ શંભુ દયાલ શર્મા પરિવાર દ્વારા અપાયા હતા.સર્વ બ્રાહ્મણ મહાસભાના આયોજનમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પંડિત પ્રદિપ પાંડેય અને તેમન પ્રદેશના કરોબારી સભ્યો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટસ તથા મેડલ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં રમત-ગમતનું પણ આયોજન કરાયું હતું. જેમાં પ્રદિપ પાંડેય દ્વારા જણાવ્યું હતું કે, બ્રાહ્મણોએ એક્તા રાખીને સમાજમાં વિજાતિય લગ્ન ન થાય તે માટે વડિલોએ બાળકોને સારા સંસ્કાર આપવા પડશે.

X
Mehsana - મહેસાણામાં હિન્દી ભાષી બ્રાહ્મણ સમાજનો વાર્ષિક સમારોહ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App