રણેલા ગામમાં ઘાસ લેવા ગયેલી મહિલાની છેડતી

Mehsana - રણેલા ગામમાં ઘાસ લેવા ગયેલી મહિલાની છેડતી

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:06 AM IST
બહુચરાજી તાલુકાના રણેલા ગામની સીમમાં ઘાસચારો લેવા ગયેલી મહિલાની છેડતી કરી લાફા મારનાર ગામના યુવાને અન્ય મિત્રોને બોલાવીને મહિલાના સસરાને માર મારવાનો બનાવ મોઢેરા પોલીસ મથકમાં નોંધાયો છે.

સદુથલાની મહિલા સોમવારે બપોરેે ઘાસચારો લેવા રણેલાના સુરેશ પટેલના ખેતરમાં ગઇ હતી. આ સમયે અહીં પહોંચેલા સુરેશભાઇએ તુ ઘાસ મારા ખેતરમાંથી કેમ લે છે તેમ કહી લાફા મારી છેડતી કરતા મહિલાએ બૂમો પાડતાં તેમના સસરાએ આ મુદ્દે ઠપકો આપતાં સુરેશભાઇએ તેમને ધોકાથી મારી અન્ય 2 મિત્રોને બોલાવી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ મોઢેરા પોલીસમાં સુરેશ પટેલ અને તેના બે મિત્રો સામે ફરિયાદ આપી છે.

X
Mehsana - રણેલા ગામમાં ઘાસ લેવા ગયેલી મહિલાની છેડતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી