રખડતાં ઢોર પકડાશે તો હવે માલિક સામે ફરિયાદ નોંધાશે

Mehsana - રખડતાં ઢોર પકડાશે તો હવે માલિક સામે ફરિયાદ નોંધાશે

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:05 AM IST
મહેસાણા શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રણમાં લાવવા નગરપાલિકા તંત્ર હવે કરડાઇ દાખવાના મૂડમાં આવ્યુ છે. અત્યારસુધી 400થી વધુ ઢોર વિવિધ રોડ પરથી પકડ્યા પછી પણ ઠેરઠેર રખડતા ઢોરની સમસ્યા યથાવત રહેવા પામી છે.જેને લઇને હવે પશુપાલકોને જાહેર સુચના વ્યકત કરતા પાલિકા તંત્રએ કહ્યુ હતુ કે, જાહેર આંતરીક રસ્તાઓ ઉપર રખડતા ઢોર પકડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે. જે ઇસમોના ઢોર જાહેર રસ્તા ઉપર માલુમ પડશે તેમની સામે ગુજરાત મ્યુ. એક્ટની કલમ 240 અન્વયે ફરીયાદ દાખલ કરવામાં આવશે.

જેમાં એક માસથી છ માસ સુધીની જેલની સજા થઇ શકે છે.આ અંગે નગરપાલીકાના પ્રમુખ ઘનશ્યામભાઇ સોલંકીએ કહ્યુ કે,અત્યારસુધી ઝુબેશ ચલાવીને 600 જેટલા ઢોર પકડ્યા છે છતા રસ્તામાં રખડતા ઢોરની સમસ્યા સર્જાયેલી રહી છે. વારંવાર ઢોર રખડતા મૂકાય એટલે નિયંત્રણ જરૂરી છે.

X
Mehsana - રખડતાં ઢોર પકડાશે તો હવે માલિક સામે ફરિયાદ નોંધાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી