• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 12 લિટર ગંદુ પાણી સૂર્યઊર્જાથી 7 કલાકમાં ચોખ્ખું થઇ શકે

12 લિટર ગંદુ પાણી સૂર્યઊર્જાથી 7 કલાકમાં ચોખ્ખું થઇ શકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની પ્રતિષ્ઠિત રુટગર્સ યુનિવર્સિટીના \\\"સુલિસ\\\' નામના સ્ટાર્ટ-અપના ચાર વિદ્યાર્થીઓ અનુરાગ મોદક, કુ.સારા, અરી મેન્ડેલો અને યુકી ઓસુમી એમના મેન્ટર પ્રો.મુકેશ પટેલ સાથે આઠ દિવસ સુધી ગણપત યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા. તેમણે 12 લિટર ગંદું પાણી સૂર્ય કિરણોથી 7 કલાકમાં ચોખ્ખું થઇ શકે તેવું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે.

ગણપત યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા ગ્લોબલ સોશિયલ ઇનોવેશન એન્ડ એન્ટર પ્રિન્યોરશીપ નામે વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. જેમાં મૂળ કડી પાસેના ગામના વતની અને અમેરિકામાં જન્મી, ઉછરેલા રુટગર્સ યુનિવર્સિટીમાં વર્ષોથી સેવા અાપતા શિક્ષણવિદ્દ મુકેશ પટેલે ચાર વિદ્યાર્થીઓના સૂર્યના કિરણોથી ચાલતી નવ સંશોધિત ડિવાઇસ દ્વારા ગંદા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા માટે સ્થપાયેલા સ્ટાર્ટ-અપની ભૂમિકા રજૂ કરી હતી. સોશિયલ ઇનોવેશન-સુલીસ નામે ઓડિયો-વીડિયો પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.

\\\"\\\"SULIS - Solar ultraviolet light-induced sterilization\\\'\\\' નામની આ સ્ટાર્ટ-અપ દ્વારા વિકસાવેલ ડિવાઇસથી 12 લિટર ગંદું પાણી સૂર્ય કિરણોથી 7 કલાકમાં ચોખ્ખું થઇ શકે છે. કુદરતી આફતો કે માનવસર્જિત કટોકટીમાં પીવાનું કે વાપરવાનું ચોખ્ખું પાણી ન મળી શકે તેમ હોય ત્યારે ઓછા ખર્ચે અને સૂર્ય પ્રકાશનો ઊર્જા તરીકે ઉપયોગ કરી મેળવવું અને એ દ્વારા સમાજ સેવા કરવાનો આ સ્ટાર્ટ-અપનો હેતુ છે.

આ ઇવેન્ટમાં ગણપત યુનિ.ના ડાયરેકટર જનરલ પ્રો.ડો.મહેન્દ્ર શર્મા, ઇન્ક્યુબેશન સેન્ટરના વડા પ્રો.સૌરભ દવેએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...