• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - મહેસાણામાં જાનૈયાઓ નાચતા રહ્યા ને ચોરો કારનો કાચ ફોડી પાકીટ લઇ ભાગ્યા

મહેસાણામાં જાનૈયાઓ નાચતા રહ્યા ને ચોરો કારનો કાચ ફોડી પાકીટ લઇ ભાગ્યા

જાનૈયાઓએ એક ચોરને ઝડપ્યો, 3 જણા ફરાર થઇ ગયા

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:05 AM
Mehsana - મહેસાણામાં જાનૈયાઓ નાચતા રહ્યા ને ચોરો કારનો કાચ ફોડી પાકીટ લઇ ભાગ્યા
મહેસાણાના રાધનપુર રોડ પર ઉમંગ પાર્ટી પ્લોટની સામે જાનૈયાઓ સંગીતના તાલે નાચી રહ્યા હતા, તે સમયે ચોર ટોળકી કારનો કાચ ફોડી પાકીટ લઇને ભાગી ગયા હતા. જાનમાં હાજર યુવકે પીછો કરીને પકડેલા ચોરને હાજર જાનૈયાઓએ ટીપી નાખ્યો હતો, જ્યારે તેના અન્ય 3 સાગરિતો નાસી ગયા હતા.

ઉમંગ પાર્ટી પ્લોટમાં બાબુભાઇ પટેલની પુત્રીના લગ્ન હોઇ મંગળવારે બપોરે 12.30 વાગે અમદાવાદથી જાન આવી હતી અને પાર્ટી પ્લોટની સામે ગાડીઓ પાર્ક કરીને જાનૈયાઓ નાચી રહ્યા હતા. તે સમયે અહીં પહોંચેલા ગઠિયાઓએ કાર (જીજે 01 આર ડબલ્યુ 8579)ની પાછળની સીટની બારીનો કાચ તોડી અંદરથી પાકીટ લઇને ભાગ્યા હતા. આ સમયે જાનૈયા નિલેષભાઇ પટેલે હાથમાં મહિલાનું પાકીટ લઇને ભાગતા 4 જણાને જોઇ શંકા ગઇ હતી અને પીછો કરી તે પૈકીના એક જણાને પકડ્યો હતો.

કારનો કાચ તોડી પાકીટ તફડાવ્યું હતું.

X
Mehsana - મહેસાણામાં જાનૈયાઓ નાચતા રહ્યા ને ચોરો કારનો કાચ ફોડી પાકીટ લઇ ભાગ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App