શિવકથાનો રૂ. 7.77 લાખ ફાળો એનિમલ હેલ્પલાઇનને અર્પણ

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર અબોલા પશુઓને મદદરૂપ થવા પવિત્ર શ્રાવણ માસમાં શિવકથાનું આયોજન કરાયું હતું. કથા...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:05 AM
Mehsana - શિવકથાનો રૂ. 7.77 લાખ ફાળો એનિમલ હેલ્પલાઇનને અર્પણ
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર અબોલા પશુઓને મદદરૂપ થવા પવિત્ર શ્રાવણ માસમાં શિવકથાનું આયોજન કરાયું હતું. કથા દરમિયાન રૂ.777777ની માતબર રકમનો એકઠો થયેલો લોકફાળો અબોલા પશુઓના લાભાર્થે શિવગંગા એનિમલ હેલ્પલાઇનને દાન કર્યું હતું.

શહેરના રાધનપુર રોડ ઉપર પ્રથમવાર સોમનાથ મિત્ર મંડળ અને સમસ્ત રાધનપુર રોડ પરિવાર દ્વારા શ્રાવણ માસમાં શિવકથાનું આયોજન કરાયું હતું. તેમજ કથાના પ્રરથમ દિવસથી કથામાં આવતો લોકફાળો અબોલા પશુઓ માટે ખર્ચ કરવાનું જાહેર કરાયું હતું. બીજી બાજુ આ શિવકથા દરમિયાન રૂ.777777 જેટલી માતબર રકમનો લોકફાળો એકત્રિત થયો હતો. જેને અબોલા પશુ-પક્ષીઓના લાભાર્થે મંગળવારે શિવકથા કમિટીના સભ્યો દ્વારા આ લોકફાળાની રકમને પાંચોટ સ્થિત અને વર્ષોથી મુંગા પશુ-પક્ષીની સેવા કરતી સંસ્થા શિવગંગા એનિમલ હેલ્પલાઇનને દાન આપ્યું.

X
Mehsana - શિવકથાનો રૂ. 7.77 લાખ ફાળો એનિમલ હેલ્પલાઇનને અર્પણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App