• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana સર્વર ડાઉન રહેતાં પાસ માટે છાત્રોના બે ડેપો વચ્ચે આંટાફેરા

સર્વર ડાઉન રહેતાં પાસ માટે છાત્રોના બે ડેપો વચ્ચે આંટાફેરા

Mehsana - સર્વર ડાઉન રહેતાં પાસ માટે છાત્રોના બે ડેપો વચ્ચે આંટાફેરા

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:05 AM IST
મહેસાણાના જૂના અને નવા એસટી ડેપોમાં શુક્રવારથી વિદ્યાર્થી પાસ માટેના કોમ્પ્યુટરનું સર્વર ઠપ થઇ જતાં બે દિવસ સુધી વિદ્યાર્થીઓ પાસ મેળવવા રઝળ્યા હતા. પરંતુ મંગળવારથી સર્વર રાબેતા મુજબ બનતાં સવારથી વિદ્યાર્થીઓની લાઇનો લાગી હતી.

શહેરના નવા બસ સ્ટેશનમાં શુક્રવારથી પાસનું કામ કરતાં કોમ્પ્યુટરનું સર્વર ઠપ થઇ ગયું હતું. જેને લઇ પાસ કઢાવવા આવેલા વિદ્યાર્થીઓને એસટીના ફરજ પરના કર્મચારીઓએ જૂના ડેપોમાંથી પાસ કઢાવવા જણાવ્યું હતું. પરંતુ જૂના ડેપોનું સર્વર પણ કામ ન કરતાં વિદ્યાર્થીઓ ફરી નવા ડેપોથી પાસ મેળવી લેવા ફરજ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું. ઠપ થયેલા સર્વરના કારણે બંને ડેપો વચ્ચે વિદ્યાર્થીઓ ધક્કે ચડ્યા હતા. શનિવાર અને રવિવારની બે દિવસની રજા બાદ વિદ્યાર્થીઓ સોમવારે ફરી પાસ કઢાવવા આવ્યા હતા. પરંતુ સર્વર ડાઉનની સ્થિતિ યથાવત રહેતાં તેઓ ફરી ધક્કે ચડ્યા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. જોકે, બે દિવસ બાદ મંગળવારે સર્વર રાબેતા મુજબ થયુ હતુ.

X
Mehsana - સર્વર ડાઉન રહેતાં પાસ માટે છાત્રોના બે ડેપો વચ્ચે આંટાફેરા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી