તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana મહેસાણાની ન્યુ પ્રોગ્રેસીવ બીએડ કોલેજમાં ગાંધીજી વિષયક યુનિ. કક્ષાની વકતૃત્વ સ્પર્ધા, ક્વી

મહેસાણાની ન્યુ પ્રોગ્રેસીવ બીએડ કોલેજમાં ગાંધીજી વિષયક યુનિ. કક્ષાની વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાની ધી ન્યુ પ્રોગ્રેસીવ બીએડ કોલેજમાં જો ગાંધી હયાત હોત તો શું કરત એ વિષયક યુનિવર્સિટી કક્ષાની વકતૃત્વ સ્પર્ધાનો આઠમો મણકો યોજાયો હતો. જેમાં 21 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ગાંધીને વર્તમાન પરિપેક્ષ્યમાં તેમના સમગ્ર કવનને મૂલવવાનો પ્રયાસ કર્યો હતો.

વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે દિપ્તીબેન ડી. પટેલ (મહર્ષિ દયાનંદ બીએડ કોલેજ, વિસનગર), દ્વિતીય ક્રમે અનેરી પી. પટેલ (ધી ન્યુ પ્રોગ્રેસીવ બીએડ કોલેજ મહેસાણા) અને તૃતીય ક્રમે પલ્લવીબેન એમ. પટેલ (સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય ઊંઝા) રહ્યા હતા. જ્યારે કવીઝમાં 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે બીપીનકુમાર કે. શ્રીમાળી (એસપી કોઠારી અંગ્રેજી માધ્યમ બીએડ કોલેજ પાલનપુર), વિમલબેન આર. પરમાર (એસ ટીટી કોલેજ, વિસનગર) અને બ્રિજેશાબેન જે. પટેલ (ડાયટ પાટણ) વિજેતા થયા હતા.

કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કરના દેવેન્દ્ર તારકસ, ડો. પિનાકીન ત્રિવેદી અને નિણાર્યકો તુલસીભાઇ પટેલ અને પ્રા. ડો. વિષ્ણુભાઇ પટેલ પલાસરના હસ્તે ટ્રોફી, રોકડ પુરસ્કાર અને પુસ્તક એનાયત કરાયાં હતાં. મહેમાનોએ વિષયની પસંદગીને યોગ્ય ગણાવી હતી. ગાંધીજી વર્તમાન સમયમાં પ્રસ્તુતતા સમજાવી વિદ્યાર્થીઓને સારા શિક્ષક બનવા પ્રોત્સાહિત કરાયા હતા. પ્રારંભમાં પ્રિ. ડો. એમ.કે. પટેલે મહેેમાનોનુંં સ્વાગત કરી વિષયનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ડો. લતાબેન શર્માએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પ્રા. રોશનકુમાર પટેલે ઋણ સ્વીકાર કર્યો હતો.

જો ગાંધી હયાત હોત તો શું કરત વિષયક વકતૃત્વ સ્પર્ધા યોજાઇ.

ભાસ્કર ન્યૂઝ | મહેસાણા

અન્ય સમાચારો પણ છે...