હજી હમણાં જ દશામાનું વ્રત પૂરું થયું. પરિવારના માથે આવનારી કોઈપણ અવદશાથી બચાવવા દરેક ઘરની મહિલાઓએ દસ દિવસનું આ કઠિન વ્રત રાખ્યું હતું. દશામાની કૃપા બની રહે તે માટે કેવા ભક્તિભાવ અને લાડકોડથી માની પૂજા અર્ચના કરી હતી. કથા વાર્તાઓ સાંભળી હતી અને છેલ્લા દિવસે તો ડીજે અને ઢોલ નગારાના નાદ સાથે નાચતા-કૂદતા આ તળાવમાં વિસર્જન કર્યું હતું. આ વ્રત પૂર્ણ થયાને આજે 22 દિવસ થઇ ગયા, પણ દશામાની મૂર્તિઓની અવદશા આપણે જોઈ છે ખરીω કેટલા ભક્તિભાવથી પૂજ્યાં હતાં આ માતાજીને. આજે ક્ષત-વિક્ષત હાલતમાં જોઇ હ્રદય દ્રવી ઊઠે છે. આની પાછળનું કારણ એક જ છે, પીઓપીની મૂર્તિ. જો માટીની મૂર્તિ હોત તો બે-ચાર દિવસમાં પાણીમાં ઓગળી જાત. એમાંય આ વર્ષે 40 ટકા જ વરસાદ થયો છે એટલે તળાવ પણ ખાલી છે. જો તળાવ ભરેલું હોત તો કદાચ આજે આપણી સામે આ દ્રશ્ય ન આવત.
આ બંને તસવીર મહેસાણા શહેરના પરા તળાવની છે. પહેલી તસવીર 11 સપ્ટેમ્બરની અને બીજી તસવીર 21 ઓગસ્ટની છે. તળાવમાં પધરાવેલી પીઓપીની આ મૂર્તિઓનો 90 ટકાથી વધુ ભાગ 22 દિવસ પછી પણ વિસર્જિત થયા વિનાનો એટલે કે જેમનો તેમ છે. કદાચ પાણી હોત તો ઢંકાઇ જાત, પરંતુ આ વર્ષે તળાવ ખાલી હોઇ વાસ્તવિકતા ચાડી ખાઇ રહી છે.
આસ્થાની અવદશા
11 સપ્ટેમ્બર
આસ્થાનું વિસર્જન
આ ગણેશોત્સવમાં તો માત્ર માટીના જ ગણેશ
13 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે. મહેસાણા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના કરાય છે. ત્યારે દશા માની મૂર્તિ જેવી અવદશા ગણપતિ બાપ્પાની મૂર્તિ ન થાય તે માટે માત્ર માટીના ગણેશજીની સ્થાપના કરવાનો આગ્રહ રાખીએ. આ વર્ષે પાણીની પણ અછત છે, આવા સમયે હયાત જળસ્ત્રોતનો બચાવ થાય તે પણ એટલું જ જરૂરી છે. આથી જ, આપણે તો માટીના ગણેશજીનું સ્થાપન કરી એ જ.
21 ઓગસ્ટ
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો