જોરણાંગ ગામના યુવાનનો ગળે ટૂંપો ખાઇ આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગુદણફેકટરીની સામે છાપરામાં લાકડાની લગ સાથે દોરડું ભરાવી જોરણાંગના વાલ્મિકી યુવાને ગળેટૂંપો ખાઇ આપઘાત કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. અંગે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જોરણાંગ ગામનો અને હાલમાં વોટરપાર્ક નજીક રહેતો રમેશ શંકરભાઇ વાલ્મિકી શુક્રવારે સવારે પિતાના ઘરે ગયો હતો. અહી તે જમીને ઘરેથી કોઇ સાથે વાતચીત કર્યા વિના નીકળી ગયો હતો. જોકે, બે કલાક બાદ રમેશની જગુદણ સાગરદાણ ફેકટરી સામે આવેલ ખાલી છાપરામાં લાકડાની લગ સાથે દોરડું ...અનુસંધાનપાન-8

ભરાવીનેગળે ટૂંપો ખાઇ આપઘાત કર્યો હોવાની જાણ થતા શંકરભાઇ મહેસાણા તાલુકા પોલીસ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અહી પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી બાદ લાશનું મહેસાણા સીવીલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. પોલીસે હાલના તબક્કે અકસ્માતે મોત અંગે નોંધ કરી છે. યુવાનના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...