• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • M.COM અને QTRM વિષયમાં મહેસાણાનાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં તપાસની માંગ

M.COM અને QTRM વિષયમાં મહેસાણાનાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં તપાસની માંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.કોમસેમેસ્ટર-4ના એક્ષ્ટર્નલ વિદ્યાર્થીઓનું કુલ માત્ર 29.95 ટકા પરીણામ આવ્યુ છે. જેમાં મહેસાણાના બે કોલેજ સેન્ટરમાં પરીક્ષા આપનાર એકક્ષ્ટર્નલ ધણા વિદ્યાર્થીઓ ક્યુટીઆરએમ વિષયમાં નાપાસ થયા છે.જે પૈકી કેટલાક વિદ્યાર્થીઓના અગા.ના સેમેસ્ટરમાં સારા ગુણ મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓ સેમ-4માં નાપાસ દર્શાવેલ હોવાથી પરીણામમાં છબરડાની શંકા વ્યકત કરી એનએસયુઆઇ સાથે વિદ્યાર્થીઓએ વિષયના પરીણામની તપાસ કરાવવા કુલપતિ સમક્ષ માંગણી કરાતા ફેકલ્ટી ડીને અને વિષય ચેરમેનની કમીટી બનાવીને ચકાસણી કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

યુનિવર્સીટી દ્વારા એમ.કોમ સેમેસ્ટર-4ની લેવાયેલ પરીક્ષામાં ધણા વિદ્યાર્થીઓ ધેર બેઠા અભ્યાસ કરીને એક્ષ્ટર્નલ વિદ્યાર્થી તરીકે અલગ અલગ કોલેજ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપી હતી.

પરીક્ષાનું ગત તા.3ના રોજ કુલ 29.95ટકા પરીણામ આવેલ છે.જેમાં એનએસયુઆઇના પ્રમુખ મહિપાલસિહ ગઠવી સહિત કાર્યકરોએ શુક્રવારે પરીણામોમાં બછરડાના સુત્રો પોકારતા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જ્યાં કાર્યકરોએ જણાવ્યુ હતું કે,મહેસાણા નાગલપુર કોલેજ અને સાર્વજનિક કોલેજ સેન્ટર ખાતે પરીક્ષા આપનાર ધણા વિદ્યાર્થીઓ ક્વોન્ટીટીવ ટેકનોલોજી રીસર્ચ મેથોડોલોજી(ક્યુટીઆરએમ)ના પેપરમાં નાપાસ થયા છે.સેન્ટરના 90 ટકા જેટલા એક્ષ્ટર્નલ પરીક્ષાર્થી નાપાસ થયા છે.

છેલ્લા કેુટલાક સમયથી પરીક્ષાના પરીણામોમાં છબરડા બહાર આવી રહ્યાના આક્ષેપ કરીને કાર્યકરોએ એમ.કોમના વિષયના રિઝવ્લ્ટની ફરી ચકાસણી કરાવવા કુલપતીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.બાદમાં ચેમ્બર બહાર કુલપતિ વિરુધ્ધ દેખાવોમાં કાર્યકરોએ રામધુન બોલાવી કાર્યકરો વિખરાયા હતા.

MSCમાં પ્રવેશ પ્રક્રિયા ત્રણ દિવસ લંબાવી:કુલપતિ

વિદ્યાર્થીપ્રતિનિધીઓની માગણી અન્વયે એમએસસીમાં વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રિયા તા.15મે પૂર્ણ થતી હતી તે તા.18મી સુધી કરવામાં આવી છે તેમ કુલપતિ ર્ડા.આર.એલ.ગોરાદાએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...