• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જિ.માં ડ્રાઇવીંગ લાયસન્સ અને આરસી બુકનું વિતરણ અટક્યું

જિ.માં ડ્રાઇવીંગ લાયસન્સ અને આરસી બુકનું વિતરણ અટક્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જિલ્લાની નાની-મોટી 310 જેટલી પોસ્ટ ઓફિસોને ડિઝિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇ ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકની સેવા પણ પ્રભાવિત થઇ રહી છે. 21 જૂનથી પોસ્ટ ઓફિસ રાબેતા મુજબ બન્યા બાદ અરજદારોને તેમના લાયસન્સ અને આરસી બુક મળી શકશે.

પોસ્ટ ઓફિસની કામગીરીને લઇ તા.1 જૂનથી 20 જૂન સુધી પોસ્ટસેવા બંધ રાખવામાં આવી છે. તેમજ હાલમાં પોસ્ટમેનોની હડતાળ પણ ચાલી રહી છે. પોસ્ટ ઓફિસની કામગીરી અને હડતાળના પગલે લાયસન્સ અને આરસી બુકની સેવાને પણ અસર પહોંચી છે. આગામી 21 જૂનથી પોસ્ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ બન્યા બાદ અરજદારોને લાયસન્સ અને આરસી બુક મળતી થશે. જોકે, આ 20 દિવસ પૈકી 14 દિવસ કામગીરીના રહે છે. આ દરમિયાન આરટીઓમાં 2800 જેટલા લાયસન્સ પ્રિન્ટ થઇ તૈયાર થશે તેમજ અમદાવાદ આરટીઓમાં પ્રતિ દિન જિલ્લાના 1400 જેટલા વાહનોની આરસી બુક તૈયાર થશે. પોસ્ટની કામગીરી શરૂ થયા બાદ 4200 જેટલા વાહન માલિકોને લાયસન્સ અને આરસી બુક મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...