તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • વેપારીઓને ટર્નઓવરના 35 ટકા રોકડ ઉપાડવા પરવાનગી આપો

વેપારીઓને ટર્નઓવરના 35 ટકા રોકડ ઉપાડવા પરવાનગી આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનોનિર્ણય આવકારી ગુજરાત નિયંત્રિત બજાર સંઘની કારોબારી સભામાં માર્કેટયાર્ડોનું કામકાજ સરળતાથી થઈ શકે તે માટે ચર્ચા કરાઈ હતી અને બાબતે સરકારમાં રજૂઆત કરવાનું ઠરાવાયું હતું.

કેવડીયા કોલોની ખાતે ગત રવિવારે મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને અનુમોદન અપાયું હતું. જો કે, નોટબંધીના કારણે ગંજબજારોમાં ખેડૂતોને પેમેન્ટ કરવામાં કેટલીક તકલીફો ઊભી થતાં વેપારો પર અસર થઈ છે. જેથી માર્કેટયાર્ડોને ધમધમતા રાખવું હોય તો વેપારીઓને તેમના ટર્નઓવરને ધ્યાનમાં રાખી દૈનિક 35 ટકા લેખે થતી રકમ રોકડમાં ઉપાડવા પરવાની આપવી જોઈએ. જનરલ કમિશન એજન્ટે ખેડૂતોને 30 રોકડ અને 70 ટકા નાણાં ચેકથી ચૂકવવાં જોઈએ. જિલ્લા સહકારી બેન્કોને ખેડૂતોના ખાતામાં જમા થયેલ રકમ ઉપાડવા પરવાનગી આપવી જોઈએ. જેવા આઠ ઠરાવ કરાયા હતા અને બાબતે વડાપ્રધાન, કેન્દ્રીય નાણાંમંત્રી, મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવા સંઘના ચેરમેન ગૌરાંગભાઈ પટેલ તથા હોદ્દેદારોને સત્તા આપવાનું ઠરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...