• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • દેવરાસણ નજીક કેનાલમાં પડેલો કાટમાળ પાણી માટે અવરોધક

દેવરાસણ નજીક કેનાલમાં પડેલો કાટમાળ પાણી માટે અવરોધક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા તાલુકાના દેવરાસણ ગામ નજીકથી પસાર થતી કેનાલ પરના પુલને પહોળા કરવા ત્રણેક માસ અગાઉ કેનાલના પાણીને રોકવા માટે કેનાલમાં માટી અને સિમેન્ટ સહિતનો કાટમાળ નાખવામાં આવ્યો હતો. જો કે, પુલ બન્યા બાદ પણ કેનાલમાં રહેલી માટી અને સિમેન્ટનો કાટમાળ જે તે સમયે સંપૂર્ણ રીતે હટાવાયો ન હતો. જેને લઇ કેનાલમાં સમયાંત્તરે પિયત માટે છોડાતું પાણી જોઇએ તેટલા પ્રમાણમાં આગળ વધતું નથી. તેથી ખેડૂતોને પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં મળતો નથી. વહેલી તકે કેનાલમાંથી આ કાટમાળ સાફ કરાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...