તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ડોક્ટરની ગેરહાજરીમાં 4 માસથી મહેસાણા રેલવેનું દવાખાનું માત્ર ફાર્માસિસ્ટથી ચાલે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોક્ટરની ગેરહાજરીમાં 4 માસથી મહેસાણા રેલવેનું દવાખાનું માત્ર ફાર્માસિસ્ટથી ચાલે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણારેલવેના દાયકાઓ જૂના દવાખાનામાં છેલ્લા 4 મહિનાથી ડોકટરની ગેરહાજરીમાં ફાર્માસિસ્ટ દર્દીઓની સારવાર કરે છે. પાલનપુરના ચાર્જમાં રહેલા ડોકટરની અનિયમિતતાને કારણે દર્દીઓની હાલત કફોડી બની છે. જ્યારે ચાલુ ટ્રેને ઉભી થતી તકલીફ સમયે મુસાફરને મહેસાણા સિવિલમાં લઇ જવો ફરજિયાત થઇ પડે છે. રેલવેના સૂત્રોના કહેવા મુજબ, ચાર મહિનાથી ડોકટરની ખાલી જગ્યા ભરવા કાર્યવાહી ચાલુ છે.

મહેસાણા રેલવે સ્ટેશનની પાછળ સ્ટાફ ક્વાર્ટર નજીક આવેલા દવાખાનામાં છેલ્લા 4 મહિનાથી સવારે 8-30 કલાકથી રોજના 25થી વધુ દર્દીઅોની ઓપીડી ભરાય છે. પરંતુ જાણીને નવાઇ લાગશે કે અહીં ડોકટરની જગ્યાએ ફાર્માસિસ્ટ દર્દીઓનો રોગ પારખી જરૂરી દવા આપવા સહિતની સારવાર કરે છે. દિવસના મોટાભાગનો સમયે દવાખાનાના લોખંડના દરવાજે અંદરથી તાળું મારેલું હોઇ ઓપીડી સિવાય દિવસ દરમિયાન આવતા દર્દીઓની મૂંઝવણ વધી છે. અહીં 4 મહિના પૂર્વે ડો.પ્રતાપસિંહ ગુર્જરે રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી જગ્યા ભરવાના બદલે પાલનપુર રેલવેના ડો.હેમંતકુમારને મહેસાણા રેલવેના દવાખાનાનો ચાર્જ સોંપાતાં અહીં તેમની અનિયમિત અવરજવરે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓની સમસ્યા વધારી દીધી છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઇ મુસાફરને શારીરિક સમસ્યા સર્જાય ત્યારે અહીં ડોકટરની ગેરહાજરીમાં તેને મહેસાણા સિવિલમાં સારવાર માટે લઇ જવો પડે છે.

દર્દી આવે તો સારવાર તો આપવી પડે ને : ફાર્માસિસ્ટ

અહીંરેલવે દવાખાનામાં સિનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું કે, ડોકટરની ગેરહાજરીમા દર્દી આવે તો પ્રાથમિક સારવાર તો આપવી પડે ને. દર્દીને તાવ હોય તો પેરાસીટામોલ આપવાથી તેને રાહત થાય છે. અહીં ફૂલ ટાઇમ ડોકટર નથી, પરંતુ પાલનપુરથી ડોકટર આવે છે અને દર્દીઓની સારવાર કરે છે.

4 ડોકટરો ફરજ બજાવતા હતા

અગાઉમહેસાણા રાજકોટ ડિવિઝનમાં આવતું હતું અને અહીં સબ ડિવિજન હોસ્પિટલ કાર્યરત હતું. જેમાં 4 ડોકટરો, એક્સ-રે ટેકનિશિયન સહિતનો સ્ટાફ તૈનાત હતો. જોકે, 2004માં રાજકોટ ડિવિજનમાંથી મહેસાણા અલગ થઇ અમદાવાદમાં સમાવિષ્ટ થતાં દવાખાનુ માત્ર નામનું બન્યું છે.

} સારવાર મળી તો ખાનગીમાં જવું પડ્યું

મહેસાણારેલવે ટ્રાફિક કોલોનીમાં રહેતા અને રેલવેના ઇલેકટ્રીક વિભાગમાં કામ કરતા ચહેરાજી લક્ષ્મણજી ઠાકોર પડી જતાં જમણો હાથ ભાગ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર માટે આવ્યા હતા. જોકે, ડોકટરની ગેરહાજરીમાં તેમને ખાનગી દવાખાનામાં સારવાર લીધી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો