તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana વાર્ષિક રિટર્ન, GST ઓડીટ, જીએસટીમાં અગત્યના રેકર્ડસ વિશે માર્ગદર્શન અપાયું

વાર્ષિક રિટર્ન, GST ઓડીટ, જીએસટીમાં અગત્યના રેકર્ડસ વિશે માર્ગદર્શન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| ધી નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટીશનર એસોસિએશન અને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટના સંયુક્ત ઉપક્રમે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં 250 પ્રેક્ટીશનરોને વાર્ષિક રીટર્ન, જીએસટી ઓડીટ અને જીએસટીમાં અગત્યના રેકર્ડસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉ.ગુ. ટેક્ષ પ્રેક્ટીશનરોનો જીએસટી અંગે વર્કશોપ મહેસાણામાં યોજાયો
શહેરના અવસર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ધી નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટીશનરના 250 સભ્યોને જીએસટી અંગેના વર્કશોપમાં અમદાવાદના કન્સલ્ટ કોમ્પ્યુટરના સીઓઇ આશીષભાઇ મોદીએ વાર્ષિક રીટર્નની પ્રેક્ટીકલ પ્રેઝન્ટેશન સાથે સમજ આપી હતી. તેમજ પ્રિયમભાઇ શાહે જીએસટી ઓડીટ અને જીએસટીમાં રાખવા પડતા અગત્યના રેકર્ડસ વીશે માહિતી આપી હતી.

આ સેમીનારમાં એજીએફટીના પ્રમુખ આશુતોષભાઇ નાણાવટી, સેક્રેટરી વિશ્વેશભાઇ શાહ તથા એજીએફટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે એસોસિએશનના પ્રમુખ જગદીશભાઇ વ્યાસ, મંત્રી પ્રધાનજી એસ.પરમાર અને ચેરમેન શાંતિલાલ સી.ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વર્કશોપનું સંચાલન સુરેશભાઇ ઠક્કર અને વિક્રમભાઇ ઠક્કરે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...