તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે રામપુરા (લાછડી) સમરસ બન્યું

ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે રામપુરા (લાછડી) સમરસ બન્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકાના 3 ગામ પંચાયતની ચૂંટણીને અંતર્ગત શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રામપુરા (લાછડી) હરીફ ઉમેદવારો ન મળતાં સમરસ બન્યું હતું. જોકે, બે ગામ પંચાયતોમાં સરપંચ પદ માટે 10 અને 16 વોર્ડ માટે 18 ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા હતા.

વિસનગર તાલુકાના 3 ગામ પંચાયતની ચૂંટણી 22 મી ઓક્ટોબરે યોજાનારી છે ત્યારે શનિવારે ઉમેદવારી નોંધાવાના અંતિમ દિવસે 3 પૈકી 1 પંચાયત સમરસ બની છે. જેમાં રામપુરા (લાછડી) પંચાયતમાં સરપંચ પદ માટે 1 ફોર્મ અને 8 વોર્ડ માટે 8 ઉમેદવારોએ ફોર્મ ભરતાં આ પંચાયત સમરસ બની છે. ત્યારે લાછડીમાં સરપંચ માટે 6 અને 8 વોર્ડ માટે 9 ફોર્મ રજુ થતાં હવે સરપંચ અને 1 વોર્ડની ચૂંટણી યોજાશે. બાજીપુરા ગોઠવામાં સરપંચ માટે 4 અને 8 વોર્ડ માટે 9 ફોર્મ રજુ થતાં અહીં પણ સરપંચ અને 1 વોર્ડની ચૂંટણી થશે.

અન્ય સમાચારો પણ છે...