તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana રાજસ્થાનમાં સાડા ત્રણ કરોડ રૂપિયા સાથે મહેસાણાના બે શખ્સો ઝડપાયા

રાજસ્થાનમાં સાડા ત્રણ કરોડ રૂપિયા સાથે મહેસાણાના બે શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વરૂપગંજ (સિરોહી) | રાજસ્થાનના ઉદયપુર- પાલનપુર હાઈવે પર ઉદવારિયા ટોલનાકા પર શનિવારે બપોરે એટીએસની ટીમે એક કારમાંથી સાડા ત્રણ કરોડ રૂપિયા રોકડ સાથે મહેસાણાના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ રકમ જય ખોડિયાર કંપનીના અરવિંદ પ્રજાપતિની અને દિલ્હીથી અમદાવાદ લઇ જવાતી હોવાનું અને હવાલાના હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. ખાસ વાત એ છે કે, આ નોટોના દરેક બંડલ ઉપર જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી. રાજસ્થાનમાં ચૂંટણી આચારસંહિતાને પગલે આ રકમ ચૂંટણીના કામે હેરફેર કરાઇ છે કે નહીં તે અંગે તપાસ માટે ઇન્કમટેક્સ વિભાગને પણ તપાસમાં જોડી છે.

હવાલા કારોબારની આશંકા, કાર દિલ્હીથી અમદાવાદ જઈ રહી હતી, દરેક બંડલ ઉપર જીપીએસ લગાવેલું હતું
દિલ્હીથી મોટાપાયે રોકડ અમદાવાદ લઇ જવાતી હોવાની બાતમી મળતાં એટીએસની ટીમે ઉદવારિયા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. જ્યાં તપાસમાં કારમાંથી સાડા ત્રણ કરોડ રોકડા મળી આવ્યા હતા. આ મામલે ટીમે મહેસાણાના પંકજ પટેલ અને સતીશ પટેલની પુછપરછ બાદ ધરપકડ કરી છે. પકડાયેલા બંનેએ રકમ જય ખોડિયાર કંપનીના અરવિંદ પ્રજાપતિની હોવાનું જણાવ્યું હતું. મોડી રાત સુધી પૂછપરછ ચાલી હતી. એટીએસે પુરાવાની માગણી કરી હતી, પરંતુ જાણકારી ન મળી.

બાતમી આધારે એટીએસે કારનો પીછો કરાયો
બાતમી આધારે એટીએસની ટીમ આ કાર પર પહેલેથી જ નજર રાખી રહી હતી. એટીએસના સીઆઈ એસ.એસ રત્નો સહિતની ટીમ પહેલેથી જ કારનો પીછો કરી હતી. સરુપગંજ પાસે ટોલનાકા પર મોકો જોઈને નાકાબંધી કરી હતી અને કારને પકડી પોલીસ સ્ટેશન લઇ તપાસ હાથ ધરાઇ હતી. ડ્રાઇવર સીટની બાજુમાં હેન્ડબ્રેક નીચે એક બનાવ્યું હતું. તેની ઉપર મજબૂત કારપેટ હતું, જે કાર્પેટ હટાવતાં નીચે રહેલા બોક્સમાંથી 2000ની નોટોના બંડલ મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...