• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાનાં મહિલા તબીબના સ્કૂટર સાથે ગાય અથડાતાં ગંભીર ઇજાઓ

મહેસાણાનાં મહિલા તબીબના સ્કૂટર સાથે ગાય અથડાતાં ગંભીર ઇજાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનારાધનપુર રોડ પરથી સિવિલમાં ફરજ પર જઇ રહેલા ર્ડા. જયશ્રીબેન પટેલના સ્કૂટર સાથે ગાય અથડાતાં પડી જવાથી તેમને ગંભીર ઇજા થઇ હતી.

શહેરના પાંચોટ બાયપાસ નજીક શૈલજામાં રહેતા અને મહેસાણા સિવિલમાં ફરજ બજાવતાં ર્ડા. જયશ્રીબેન પટેલ શનિવારે બપોરે ઘરેથી સ્કૂટર પર નોકરીએ જવા નીકળ્યા હતા. રાધનપુર રોડ પર ચૂડેલ માતાના મંદિર નજીક ગાયો ઉભેલી જોઇ મહિલા તબીબ કેટલેક દૂરથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઉભેલી ગાયો પૈકીની એક એકાએક તબીબ તરફ ધસી આવી સ્કૂટર સાથે અથડાતાં તેઓ જમીન પર પટકાયાં હતાં. ત્રણ પાંસળી અને નેકમાં થયેલી ઇજા સાથે મહિલા તબીબને સારવાર માટે સિવિલમાં લવાયા હતા. રાધનપુર રોડ પર રખડતી ગાયો અને આખલા અનેકોના વાહનો તોડી નાખ્યા છે, જ્યારે કેટલાકને શિંગડે ભરાવ્યા છે. રખડતા ઢોરોને પકડવા પાલિકા ઝુંબેશ હાથ ધરે તેવી માંગ ઉઠી છે.

રાધનપુર રોડ પરની ઘટના, ઘરેથી સિવિલમાં ફરજ પર જતાં હતાં

અન્ય સમાચારો પણ છે...