મહેસાણાના વેપારી સાથે છેતરપિંડી મામલે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાજીઆઇડીસીમાં મહેશ્વરી પોલીમર્સ નામની ફેકટરીના માલિકે 3 ભાગીદારો વિરુદ્ધ રૂ.24 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ બી ડિવિજન પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદને લઇ વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

મહેસાણા જીઆઇડીસીમાં 107 નંબરના પ્લોટમાં મહેશ્વરી પોલીમર્સ નામે ભાગીદારીમા ધંધો કરતા કેતનભાઇ નારણભાઇ પટેલને તેમના ભાગીદારોએ 6 જુલાઇ, 2016થી 28 એપ્રિલ, 2017 દરમિયાન વિશ્વાસમાં લઇ પીવીસી પાઇપ ફીટીંગનો માલ હોલસેલમાં ખરીદી બારોબાર વેચી માર્યો હતો. મામલે જાણ થતાં ચોંકી ગયેલા કેતનભાઇએ બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં પોતાના ભાગીદાર હસમુખ પ્રહલાદભાઇ પટેલ (રહે.પંચવટી સોસાયટી, ડેરીરોડ), કનુ જયંતિભાઇ પટેલ (રહે. તિરૂપતિ સુકન બંગલોઝ) અને જીજ્ઞેશ મુકેશભાઇ પટેલ (રહે.ચાણસ્મા)ની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ બી.એમ. ચૌહાણે તપાસ હાથ ધરી છે.

માલસામાન હોલસેલમાં ખરીદી વેચી માર્યો

3 ભાગીદારો સામે છેતરપિંડીનો ગુનો

અન્ય સમાચારો પણ છે...