• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ડિઝાઇનનીનેશલન લેવલની કોમ્પીટીશન તાજેતરમાં ચેન્નાઇ ખાતે યોજાઇ હતી. કોમ્પીટીશનમાં

ડિઝાઇનનીનેશલન લેવલની કોમ્પીટીશન તાજેતરમાં ચેન્નાઇ ખાતે યોજાઇ હતી. કોમ્પીટીશનમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડિઝાઇનનીનેશલન લેવલની કોમ્પીટીશન તાજેતરમાં ચેન્નાઇ ખાતે યોજાઇ હતી. કોમ્પીટીશનમાં દેશભરની 93 ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી મહેસાણાની સેફ્રોની કોલેજની યુવા ટીમે છઠ્ઠુ સ્થાન મળેવ્યુ હતું.

ચેન્નાઇની અન્ના યુનિવર્સિટીમાં તાજેતરમાં SAEINDIA દ્વારા SAE AERO DESIGN CHALLENGE 2017 કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં દેશભરની 93 ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી મહેસાણાની સેફ્રોની કોલેજના વિદ્યાર્થીઓ કશ્યપ પટેલ, રાહુલ પ્રજાપતિ, હર્ષ પંચાલ, પાર્થ પટેલ અને જયસિંહ વાઘેલાએ ભાગ લીધો હતો. કોમ્પીટીશનમાં સૌથી વધારે વજન ઉપાડી શકે તેવા એરોપ્લેન ડિઝાઇનો રજુ કરાઇ હતી. જેમાં સેફ્રોની કોલેજની ટીમે ૪૬ ઈંચ લાંબુ, ૬૦ ઇંચ પહોળું અને ૨૦ ઇંચ ઊંચાઈવાળુ એરોપ્લેન તૈયાર કર્યું હતું. એરોપ્લેનનું વજન ૨.૮૦૦ કિલો હતું. કોમ્પીટીશન માટે અલગથી ૧.૬ કિલો વજન મૂકવામાં આવ્યુ હતું. તેમજ વજનની સાથે સાથે ફ્લાઇંગ, ટેક્નિકલ પ્રેઝન્ટેશન, ટેક્નિકલ ઇન્સ્પેક્શન કરાયું હતું. જેમાં 93 ટીમો પૈકી સેફ્રોની કોલેજની ટીમે છઠ્ઠો ક્રમાંક મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...