• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • નાલગપુરની 11 સોસા.રહીશોનો હુંકાર સમસ્યાનું નિરાકારણ નહીં તો વોટ નહી

નાલગપુરની 11 સોસા.રહીશોનો હુંકાર સમસ્યાનું નિરાકારણ નહીં તો વોટ નહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાહાઇવે સ્થિત નાગલપુર વિસ્તારમા આવતી 11 સોસાયટીઓમા વરસાદી પાણીના નિકાલ માટેના કામનો ઠરાવ થયાના 2 વર્ષ થવા છતા કામ થતા આજે વરસાદ પડતા વરસાદી પાણીમા તરબતર રહેતી સોસાયટીઓના રહીશોએ સમસ્યાનું નિરાકરણ નહી તો પછી વિધાનસભાની ચૂંટણીમા મતદાન નહી તેવો હુંકાર કર્યો છે.

મહેસાણા નાગલપુર વિસ્તારમાં આવેલ અશોકા હોટલની પાછળ આવેલી તિરૂપતી ટાઉનશીપ,હોમ શુંભમ બંગલોઝ, વર્ધમાન નગર,પાર્થ સોસાયટી,શિવાલા બંગલો,ત્રિભોવન બંગલો,શ્રીરામ સોસાયટી,ગંગાનગર,જયશ્રીરામ,પેરેડાઈઝ એમ 11 સોસાયટીઓમા વરસાદી પાણીના નિકાલની વર્ષો જુની સમસ્યાના ઉકેલ માટે સ્થાનીકો અને નગરસેવક વિષ્ણુભાઇ પટેલે પાલિકામા કરેલી રજૂઆતોને પગલે વર્ષ 2015માં કા મંજૂર કરાયું હતુ અને તે સંબધે ઠરાવ પણ કરાયો હતો.જોકે, ઠરાવ થયે 2 વર્ષ જેટલો સમય થવા છતા વિસ્તારમા વરસાદી પાણીના નિકાલનુ કામ થતા તાજેતરમા પડેલા માત્ર અડધા ઇંચ વરસાદમા ઉપરોકત સોસાયટીઓ પાણીમા આવી ગઇ હતી.પાલિકામા રજૂઆતો કરીને થાકેલા સ્થાનીકોએ કામ નહી તો વિધાનસભામા મતદાન નહીનો નિર્ણય લીધો છે.

પાલિકામાં અનેક રજૂઆત છતાં કોઇ પરિણામ નહી

પાલિકાની અડોડાઇને કારણે સમસ્યા યથાવત

ઠરાવથવા છતા પાલિકાના ઇજનેરોની અડોડાઇને કારણે કામ થતુ નથી.પાલિકા કહે છે કે, લેવલ મળતુ નથી તેનો રસ્તો થયો તો હવે કહે છે કે,ઉનાળા બાદ કામ થશે.પાઇપો ઉતરી ગઇ છે છતા કામ થતુ નથી.પાલિકા કામગીરી નહી કરે તો સ્થાનીક રહીશો આગામી વિધાનસભાની ચૂંટણીમા મતદાનથી અળગા રહેશે.

અન્ય સમાચારો પણ છે...