તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ગરમીનો પારો અઠવાડિયામાં 40 ડિગ્રી પહોંચશે : હવામાન વિભાગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીનો પારો અઠવાડિયામાં 40 ડિગ્રી પહોંચશે : હવામાન વિભાગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં ઉનાળાના ધામા, ગરમીનો પ્રકોપથી બપોરે લોકોની અવરજવર ઘટી

શહેરમાં રોજ 30 ટન તડબૂચ અને 40 ટન શેરડીનો રસ પીવાય છે

મહેસાણાજિલ્લામાં ઉનાળો હવે પરચો બતાવી રહ્યો છે. સોમવારે ગરમીનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો હતો. જયારે આગામી બે દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીના વધારા સાથે પારો 38 ડિગ્રીએ પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ વધતી ગરમી વચ્ચે હાલમાં જિલ્લાવાસીઓ પ્રતિદિન 30 ટન જેટલાં તરબૂચ અને 40 ટન જેટલી શેરડીનો રસ પી જાય છે.

ઉનાળો હવે તેના મૂળ સ્વરૂપમાં આવી રહ્યો હોય તેમ સોમવારે બપોરે 1 કલાકે જિલ્લાનું સરેરાશ મહત્તમ 35 ડિગ્રી તથા લઘુત્તમ 21 ડિગ્રી તપામાન નોંધાયું હતું. તે સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 19 ટકાની સાથે પ્રતિ કલાકે 6 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. વધતી ગરમીને પગલે શહેરમાં બપોરના સમયે ધીમે ધીમે પ્રજાનો ઓછો ધસારો જોવા મળી રહ્યા છે. જોકે, આગામી બે દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં પારો 38 ડિગ્રીએ પહોંચી જશે તેમજ માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પહોંચી જવાની શક્યતા હવામાન ખાતા દ્વારા કરાઇ છે.

ગરમીમાં 5 દિવસમાં 7 સાપ દેખાયા

છેલ્લાપાંચેક દિવસમાં શહેરના મોઢેરા રોડ, સોમનાથ રોડ, દેવરાસણ અને રામોસણા રોડ પર સ્થિત રહેણાંક વિસ્તારોમાં 5 કોબ્રા, 1-1 ધામણ અને કાળોતરો મળી કુલ 7 સાપ મળી આવ્યા હોવાની સાથે જેમ જેમ ગરમી વધશે તેમ સાપ દેખાવાની સંખ્યામાં વધારો થવાનું સેવ સ્નેકર ગૃપના મુકેશ રમેશચંદ્ર જાનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો