તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાની 822 પ્રા. શાળામાં કોમ્પ્યુટર ધૂળ ખાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આજથી 15 વર્ષ અગાઉ અગાઉ ફાળવાયેલા કોમ્પ્યુટરો આઉટડેટેડ થઇ ગયા છે. ગ્રાન્ટના અભાવે આજે ઘણી શાળાઓમાં આ કોમ્પ્યુટર ધૂળ ખાય છે, તો ક્યાંક ડચકાં ખાઇ રહ્યાં છે. તાજેતરમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટની ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની સાંસદની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઊંઝાનાં ધારાસભ્ય ર્ડા.આશાબેન પટેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ગ્રાન્ટ ફાળવવા માંગ કરી હતી. આ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, ધોરણ 6થી 8ની 822 અપર પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર માટે ગત વર્ષે બજેટમાં મુકાયું છે, ગ્રાન્ટ મળતાં નવાં કોમ્પ્યુટર ફાળવાશે.

જિલ્લાની 770 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ શરૂ કરવા વર્ષ 2005-06માં 6-6 કોમ્પ્યુટર સેટ ફાળવાયાં હતાં. જેના મારફતે બાળકો કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન મેળવતા થયા હતા. પરંતુ તે પછી કોમ્પ્યુટર લેબ માટે કોઇ ગ્રાન્ટ નહીં ફાળવાતાં આજે ઘણી શાળાઓમાં કોમ્પ્યુટર બંધ હાલતમાં છે. મોટાભાગના કોમ્પ્યુટરો આઉટ ડેેટેડ થઇ ગયા હોઇ બિન ઉપયોગી બની ગયા છે. આ અંગે સર્વ શિક્ષા અભિયાનના સૂત્રોએ જણાવ્યું કે, ગત વર્ષે અપર પ્રાયમરી 822 સ્કૂલોમાં કોમ્પ્યુટર માટે બજેટમાં દરખાસ્ત મૂકાયેલી છે, સરકારમાંથી ગ્રાન્ટે આવ્યે નવા કોમ્પ્યુટર ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...