તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ગણપત યુનિવર્સિટીને ઇન્ડિયાઝ બેસ્ટ પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં સ્થાન મળ્યું

ગણપત યુનિવર્સિટીને ઇન્ડિયાઝ બેસ્ટ પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં સ્થાન મળ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયા ટુ-ડે અને પ્રતિષ્ઠિત રિસર્ચ સંસ્થા એમ.ડી.આર.એ. દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા દેશના બેસ્ટ યુનિવર્સિટીઝ સર્વે-2018ના તારણ મુજબ ઇન્ડિયાઝ બેસ્ટ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ કેટેગરીમાં ગુજરાતમાંથી એકમાત્ર ગણપત યુનિવર્સિટીનો જ ગૌરવવંતો સમાવેશ થઇ શક્યો છે. સર્વે-2018માં શૈક્ષણિક સંસ્થાઓની પસંદગીના ધોરણો ખૂબજ ઊંચા રાખવામાં આવ્યા હતા.

એટલું જ નહીં, આ જ સર્વેની દેશમાં સૌથી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) કોર્સિસ ચલાવતી પ્રાઇવેટ યુનિવર્સિટીઝની કેટેગરીમાં પણ ઇન્ડિયાઝની કેટેગરીમાં પણ ઇન્ડિયાઝ ટોપ ફાઇવ યુનિવર્સિટીઝ ગણપત યુનિવર્સિટીએ ચોથું સ્થાન હાંસલ કર્યું છે. આ શ્રેણી અંતર્ગત અન્ય ચાર યુનિવર્સિટીઝમાં એમિટી, એસઆરએ ઇન્સ્ટિટ્યુટ, સવિતા ઇન્સ્ટિટ્યુટ અને ક્રિસ્ટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

સર્વે-2018માં શૈક્ષણિક સંસ્થાઓની પસંદગીના ધોરણો ખૂબજ ઊંચા રાખવામાં આવ્યા હતા. જેમાં 23 જેટલાં વાઇસ ચાન્સેલરો- પ્રોવાઇસ ચાન્સેલરી, 96 જેટલાં ડિરેક્ટર્સ, ડીન્સ કે રજિસ્ટ્રાર્સ અને 199 જેટલાં ફેકલ્ટીઝ- એમ કુલ મળીને 23 શહેરોના 318 જેટલાં પ્રતિભાશાળી લોકોનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...