તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જિલ્લામાં બેન્કો દ્વારા 6 હજાર કરોડનું ધિરાણ આપવા લક્ષાંક

જિલ્લામાં બેન્કો દ્વારા 6 હજાર કરોડનું ધિરાણ આપવા લક્ષાંક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં બેંકરાહે વિવિધ ક્ષેત્રોમાં ચાલુ વર્ષે 6 હજાર કરોડનું ધિરાણ કરવાનો લક્ષાંક નક્કી કરાયો છે. શુક્રવારે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલ બેંકર્સની બેઠકમાં ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.

જિલ્લામાં વિવિધ 34 બેંકોની 368 શાખાઓ કાર્યરત છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ, ખેતી, ઉદ્યોગ સહિતના તમામ લોન સેક્ટરને આવરી લઇને ગત વર્ષે 5500 કરોડનો ધિરાણ લક્ષાંક કરાયો હતો, જે પૈકી 96 ટકા રકમનું ધિરાણ થયું છે. આ લક્ષાંકમાં ચાલુ વર્ષે 500 કરોડ ધિરાણનો વધારો કરાયો છે.ી બેઠકમાં દેના બેંકના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર દીપેન્દ્રસીંગે બેંકીગ ક્ષેત્રની યોજનાઓનો રિવ્યુ રજૂ કર્યો હતો. જિલ્લામાં 35 બેંક શાખાઓના આધાર એનરોલમેન્ટ સેન્ટરની યાદીનું અનાવરણ કરાયું હતું. સ્વરોજગાર તાલીમ સંસ્થાના નિયામક મેહુલ પટેલ દ્વારા સંસ્થામાં ચાલતી તાલીમોની માહિતી દર્શાવી હતી.આ બેઠકમાં ડીડીઓ એમ.વાય. દક્ષિણી, આરબીઆઇ તથા નાબાર્ડ અધિકારી સહિત બેંકોના ડિસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટર, સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થત રહ્યા હતા.મહેસાણા જિલ્લામાં બેંકરાહે વિવિધ ક્ષેત્રોમાં ચાલુ વર્ષે 6 હજાર કરોડનું ધિરાણ કરવાનો લક્ષાંક નક્કી કરાયો છે. શુક્રવારે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલ બેંકર્સની બેઠકમાં ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.

જિલ્લામાં વિવિધ 34 બેંકોની 368 શાખાઓ કાર્યરત છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ, ખેતી, ઉદ્યોગ સહિતના તમામ લોન સેક્ટરને આવરી લઇને ગત વર્ષે 5500 કરોડનો ધિરાણ લક્ષાંક કરાયો હતો, જે પૈકી 96 ટકા રકમનું ધિરાણ થયું છે. આ લક્ષાંકમાં ચાલુ વર્ષે 500 કરોડ ધિરાણનો વધારો કરાયો છે.ી બેઠકમાં દેના બેંકના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર દીપેન્દ્રસીંગે બેંકીગ ક્ષેત્રની યોજનાઓનો રિવ્યુ રજૂ કર્યો હતો. જિલ્લામાં 35 બેંક શાખાઓના આધાર એનરોલમેન્ટ સેન્ટરની યાદીનું અનાવરણ કરાયું હતું. સ્વરોજગાર તાલીમ સંસ્થાના નિયામક મેહુલ પટેલ દ્વારા સંસ્થામાં ચાલતી તાલીમોની માહિતી દર્શાવી હતી.આ બેઠકમાં ડીડીઓ એમ.વાય. દક્ષિણી, આરબીઆઇ તથા નાબાર્ડ અધિકારી સહિત બેંકોના ડિસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટર, સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...